શક્તિ ભક્તિ અને અસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી આ ધામ ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી અરાવલી ગિરિમાળાઓમાં વસેલું છે. અંબાજી આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં આદિવાસી વનવાસી ભાઈઓ, બહેનો પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. રક્ષાબંધન પર્વને લઈને આજે અંબાજીના જુના બજારમાં વનવાસી ભાઈઓ અને બહેનો બજારમાં ખરીદી કરવા આવ્યા હતા.
અંબાજી ના જુના બજારમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. અંબાજી ના બજારમાં વનવાસી લોકો ખરીદી કરતા જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ આ વિસ્તારમાં કરવામાં આવતું હતું અંબાજી પ્રહલાદ પૂજારી