વલ્લભીપુર ની તમામ સ્કૂલો જોડાય હતી:સરકારી અધિકારીઓ પણ હાજર રહ્યા:
આ યાત્રા માં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા
આજરોજ વલભીપુર ગંભીરસિંહજી હાઇસ્કુલ ખાતે સવારે 9:00 વાગ્યા થી તમામ ગ્રામજનો એકત્રિત થઈને ૭૫ અમૃત મહોત્સવ નિમિત્તે ઘર ઘર તિરંગા યાત્રા ખૂબ ધામધૂમથી સવારથી લઈને બપોર સુધી વલભીપુરના શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થઈ હતી ત્યારે આ તિરંગા યાત્રામાં 106 ગઢડા વિધાનસભાના ધારાસભ્યો આત્મારામભાઈ પરમાર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયા તાલુકા ભાજપ પ્રમુખ પદુભા ગોહિલ વલભીપુર નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ અને પાલીકા નાં શાસક પક્ષ ના તમામ સભ્યો અને તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર અને વલભીપુર નાં પીએસઆઈ અને પોલીસ સ્ટાફ સહિત નાં જવાનો જોડાયા હતા.
આ તિરંગા યાત્રામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને સંપૂર્ણ શિક્ષક ગણ આ તિરંગા યાત્રામાં સવારે 9:00 વાગ્યાથી તિરંગા યાત્રા પ્રસ્થાન થઈ હતી અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો આ તિરંગા યાત્રામાં બંને હાથમાં તિરંગા ઝંડો સાથે ભારત માતાની જય વંદે માતરમના સૂત્રોચાર સાથે અલગ અલગ ટાવર ચોક વિસ્તાર અલગ અલગ શેરીઓ માં રાષ્ટ્રભક્તિના ગીતો સાથે ડીજે તાલ સાથે. આ તિરંગા યાત્રા માં અલગ અલગ બાળાઓ દ્વારા શહીદ ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ ગાંધીબાપુ અલગ-અલગ વેશભૂષાઓ બાળકો દ્વારા અલગ અલગ પહેરવેશ સાથે યોજાઇ હતી ખાસ કરી નાની બાળાઓ દ્વારા ભારત માતાના અલગ અલગ વેશભૂજાઓ કરીને આ તિરંગા યાત્રાને સફળ કરી હતી
આ તિરંગા યાત્રામાં ખૂબ બહોળી સંખ્યામાં એક કિલોમીટર કરતાં પણ વધારે આ તિરંગા યાત્રામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા આ યાત્રા માં ગંભીરસિંહ હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ યોગેન્દ્રભાઈ પટેલ,તેમજ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી આ યાત્રા સફળ બનાવેલ હતી
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર