શક્તિપીઠ અંબાજી મંદિરના મુખ્ય દ્વાર આગળ એચડીએફસી બેંક પાસે આવેલી વીઆઇપી ડાઇનીંગ હોલ મા ફરજ બજાવતા તરાલ નરેશ ભાઈ ગલબાભાઈ શુક્રવારે બપોરે કૂકડી અને બાજરવાડા ગામના 25 જેટલા લોકો ટ્રેકટર મા રણુજા દર્શન કરવા નીકળ્યા હતા અને રાજસ્થાનના સુમેરપુર પાસે ધડાકાભેર અક્સ્માત થતા 4 લોકોના મોત થયા હતા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. શનિવારે સવારે મૃતકોના પીએમ કરાયા બાદ 4 મૃતદેહ સાંજે કૂકડી અને બાજરવાડા ખાતે લવાતા ગામમા શોક છવાયો હતો અને આખું ગામ હિબકે ચઢયું હતું.
શનિવારે સાંજે 4 મૃતકોના મૃતદેહને લાવતા તેમના પરિવારજનો રાજસ્થાન હૉસ્પિટલ ખાતે હોઇ આ લોકોના અંતીમ સંસ્કાર રવિવારે કરવામાં આવશે.દાંતા તાલુકાના યાત્રિકોને સુમેરપુર પાસે નડ્યો હતો શુક્રવારે અક્સ્માત જેમાં દાંતા તાલુકાના કૂકડી અને બાજરવાડા ના 4 લોકોના થયાં હતાં મોત.સુમેરપુર ની એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહો માદરે વતન પહોંચાડવામા આવ્યા હતા. ગામડાઓમા ભારે શોક છવાયો હતો.
:- ડો.હેમરાજ રાણા બધુ કામ પડતું મૂકીને સુમેરપુર પહોંચ્યા :-
દાંતા તાલુકાના સૌથી લોકપ્રિય નેતા ડો. હેમરાજ રાણાને ખબર પડતાં જ તેઓ તાત્કાલીક બધુ કામ પડતું મૂકીને સુમેરપુર પહોંચી ગયા હતા અને મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પી હતી અને ઘાયલો ની ખબર અંતર પૂછ્યા હતા. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી અને જિલ્લા પંચાયતના પ્રમુખ વારકી બેન પણ પહોંચ્યા હતા
અંબાજી પ્રહલાદ પૂજારી