Latest

ભિલોડા જન્મોત્સવ સમિતિ ધ્વારા જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે શોભાયાત્રા

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

નંદ ઘેર આનંદ ભયો,જય કનૈયા લાલ કી,હાથી ધોડા પાલખી નો ગગનભેદી નારો ગુંજી ઉઠયો હતો. અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે શ્રધ્ધાભેર ઉજવણીનો કાર્યક્રમ ઉલ્લાસભેર યોજાયો હતો.

ભિલોડા જન્મોત્સવ સમિતિ ધ્વારા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર,ચોકલી ચોકમાંથી શ્રી કૃષ્ણ ભગવાનની શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું.ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.ભિલોડા નગરમાં ઠેર ઠેર મટકીઓ બાંધવામાં આવી હતી.યુવાનોએ ઉંચા ઉંચા પિરામિડો બનાવી મટકીઓ ફોડી હતી.

જય રણછોડ,માખણ ચોરનો ગગનભેદી નારો સર્વત્ર ગુંજતો હતો.પ્રસાદનું વિતરણ કરાયું હતું.
શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ધ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *