શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલ હોવાથી આ ધામને સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. આવતી કાલથી ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે શરૂ થઈ રહ્યો છે ત્યારે અંબાજી મંદિરમાં આજે પાલનપુર ના ભક્ત દ્વારા એક કિલો સોનાના બિસ્કીટ નું દાન કરવામાં આવ્યું હતું.
જેમાં 100 ગ્રામ ના 9 અને 50 ગ્રામના 2 લગડી નો સમાવેશ થાય છે. જેની કિંમત 52,50,000 થાય છે.
તો બીજી તરફ મુંબઈના ભક્ત દ્વારા 105 ગ્રામ વજનનો સોનાનો હાર માતાજીને ભેટ તરીકે અર્પણ કરાયો હતો. જેની કિંમત ₹4, 80,000 થાય છે. અંબાજી મંદિર ના ટેમ્પલ ઇન્સ્પેકટર દ્વારા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યું હતું.