શક્તિ ભક્તિ એના સ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે તાજેતરમાં અંબાજી ખાતે ભાદરવી મહા મેળો સંપૂર્ણ થયો છે અને આવનારા સમયમાં નવરાત્રી મહાપર્વ શરૂ થવા જઈ રહ્યો છે
આજે 17 સપ્ટેમ્બર ના રોજ ભારત દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય અંબાજી મંદિરના ચાચર ચોકમાં ભવ્ય રંગોળી બનાવવામાં આવી હતી.
અંબાજી મંદિરની હવન શાળામાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ બનાસકાંઠા સમગ્ર બનાસકાંઠાના તાલુકા અને નગર માં રંગોળી સ્પર્ધા નું આયોજન પણ કરાયું છે. મોદી સાહેબના જન્મદિન નિમિત્તે અંબાજી મંદિર ચાચર ચોકમાં ભવ્ય રંગોળી કરવામાં આવેલ છે
અંબાજી પ્રહલાદ પૂજારી