કપિલ પટેલ દ્વારા અરવલ્લી
બાયડ તાલુકા ના માં બલ્ક મિલ્ક યુનિટ નું ઉદ્ઘાટન
આજરોજ તારીખ – 02/10/22 ના રોજ ધી કસૈયાં દુધ ઉત્પાદક સહકારી મંડળી લી પર બીએમસીયુ ના ઉદઘાટન તેમજ કૃમિ નીવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
આ પ્રસંગે સાબરડેરી તેમજ ફેડરેશન નાં ચેરમેન શામળભાઇ બાલાભાઈ પટેલ સાબરડેરીના ડિરેક્ટર જશુભાઇ પટેલ તેમજ ઝોનલ અધિકારી ડૉ જે.કે પટેલ સાં એમપીઓ ઇન્ચાર્જ બાયડ હરેશભાઈ પટેલ સુપરવાઇઝર પટેલ ભરતભાઈ.. ચૌધરી મેહુલકુમાર તેમજ દુધ મંડળી ના ચેરમેન શ્રી અને સેક્રેટરી તેમજ કારોબારી સભ્યો દુધ મંડળી નાં સભાસદો હાજર રહેલ
ચેરમેન સા શ્રી તેમજ ડિરેક્ટર સા શ્રી દ્વારા દુધ ની ગુણવત્તા તેમજ દુધ મા વધારો કરવા સભાસદો ને માહિતિ આપેલ અને સંઘ ની વિવિધ યોજનાઓ વિશે માહિતિ આપેલ પ્રોગ્રામ નુ આયોજન મંડળીનાં સેક્રેટરી શ્રી દ્વારા કરવામા આવ્યુ