Breaking NewsCrime

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 12 વાહનો જપ્ત કરી 22 ગુનાનો ભેદ ઉકેલવામાં મળી સફળતા

અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 22 ગુનાનો ભેદ ઉકેલતા 12 વાહનો સાથે રીઢા વાહનચોરને ઝડપી પાડવામાં આવ્યો છે. પીઆઇ જે એન ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ PSI બી પી દેસાઈ અને ટીમ દ્વારા મળેલ બાતમીના આધારે અમદાવાદ શહેર ખાતેથી આરોપી તુષાર ઉર્ફે ભુરિયો મહેન્દ્ર પટેલને શુકન ગોલ્ડ એપાર્ટમેન્ટ, ન્યુ એસજી રોડ ગોતા ખાતેથી હોન્ડા એક્ટિવા સાથે ઝડપી પાડ્યો હતો. સઘન પૂછતાછ દરમ્યાન આરોપીએ પોતાના ગુનાની કબૂલાત કરી હતી. જેમાં છેલ્લા 7 મહિનામાં અલગ અલગ વિસ્તારોમાંથી ટુ વહીલરોની ચોરી કરી અલગ અલગ વિસ્તારોમાં બિનવારસી મૂકી દીધેલ. જે મુજબ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવતા વિવિધ જગ્યાથી ચોરી કરેલ 12 જેટલા વાહનો મળી આવતા તેને કબજે કરવામાં આવ્યા હતા. આરોપીએ 15 દિવસ પહેલા જ સાઉથ બોપલ કન્સ્ટ્રકશન સાઈટ પાસેથી પેશન પ્રો ની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. આરોપીએ 2004 થી 2020 દરમ્યાન ટુ વહીલર સાદી ચોરીના કુલ 38 ગુના કરેલ છે અને આ ઉપરાંત આ ગુના બાબતે તેને ત્રણ વાર જામનગર, સુરત અને વડોદરા જેલમાં પાસાની સજા કરવામાં આવેલ છે.

 

સંજીવ રાજપૂત અમદાવાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

1 of 395

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *