કપીલ પટેલ દ્વારા અરવલ્લી
આગામી 20 તારીખે ગુજરાત ગૌરવયાત્રા મેઘરજ તાલુકા માં ભ્રમણ કરી ભિલોડા તાલુકા ના શામળાજી પહોંચશે શામળાજી માં જાહેર સભા યોજાશે
હાલ વિધાનસભા ચૂંટણી નજીક માં છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ એડી ચોંટી નું જોર લગાવી રહી છે અલગ અલગ કાર્યક્રમો દ્વારા મતદારો ના માનસ પર પોતાની પાર્ટી ના મુદ્દાઓ છતાં કરવા માટે ના પ્રયત્નો કરતા હોય છે ત્યારે શામળાજી સર્કિટ હાઉસ ખાતે ભિલોડા તાલુકા માં આવનારી ગૌરવ યાત્રા ના આયોજન માટે ભીલોડા તાલુકા ભાજપ ની બેઠક મળી
યાત્રાધામ શામળાજી આશ્રમ ચાર રસ્તા ખાતે આવેલ સર્કિટ હાઉસ માં ભિલોડા ભાજપ દ્વારા એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું આ બેઠક માં આગામી 20 ઓક્ટોબર ના રોજ ગુજરાત ગૌરવ યાત્રા સાંજે 4 કલાકે ભિલોડા તાલુકા માં પ્રવેશવાની છે ત્યારે તેની તૈયારી માટે એક અગત્ય ની બેઠક મળી
આ બેઠક માં નક્કી કરાયુ કે યાત્રા ભિલોડા તાલુકા માં પ્રવેશે એ સમયે યાત્રાનું 4 સ્થાનો પર સ્વાગત કરવાનું નક્કી કરાયું તેમજ શામળાજી એકલવ્ય મોડેલ સ્કૂલ માં જાહેરસભા નું આયોજન કરાયું છે
મોટી સંખ્યા માં કાર્યકરો એ ઉપસ્થિત રહી યાત્રા ને અને સભા ને સફળ બનાવવા માટે ભિલોડા તાલુકા ભાજપ પ્રમુખ કાંતિભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્યો નિલાબેન મોડિયા – રસિકા બેન ખરડી જિલ્લા ભજપ ઉપ પ્રમુખો રાજુભાઇ નિનામાં -મનોજભાઈ પટેલ ,ભજપ ના ઇન્દ્રજીતસિંહ રાઠોડ, ભવાન સિંહ ઠાકોર- ભીખુસિંહ- કૈવલ જોશીયાર ભિલોડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અમરતભાઈ બરંડા ડોકટર રાકેશ બોડાત , શૈલેષ કોટવાળ સહિત તાલુકા પંચાયત સદસ્યો એ હાકલ કરી હતી અને મોટી સંખ્યામાં કાર્યકરોએ તેમજ હોદ્દેદારો ઉપસ્થિતિ રહ્યા હતા