Politics

મેઘરજ અને ભિલોડા તાલુકામાં ગૌરવ યાત્રા ને સ્વાગત અને સભા ને સફળ બનાવવા બી જે પી ની મીટીંગ યોજાઈ

કપીલ પટેલ દ્વારા અરવલ્લી

આગામી 20 તારીખે ગુજરાત ગૌરવયાત્રા મેઘરજ તાલુકા માં ભ્રમણ કરી ભિલોડા તાલુકા ના શામળાજી પહોંચશે શામળાજી માં જાહેર સભા યોજાશે

હાલ વિધાનસભા ચૂંટણી નજીક માં છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ એડી ચોંટી નું જોર લગાવી રહી છે અલગ અલગ કાર્યક્રમો દ્વારા મતદારો ના માનસ પર પોતાની પાર્ટી ના મુદ્દાઓ છતાં કરવા માટે ના પ્રયત્નો કરતા હોય છે ત્યારે શામળાજી સર્કિટ હાઉસ ખાતે ભિલોડા તાલુકા માં આવનારી ગૌરવ યાત્રા ના આયોજન માટે ભીલોડા તાલુકા ભાજપ ની બેઠક મળી

      યાત્રાધામ શામળાજી આશ્રમ ચાર રસ્તા ખાતે આવેલ સર્કિટ હાઉસ માં ભિલોડા ભાજપ દ્વારા એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું આ બેઠક માં આગામી 20 ઓક્ટોબર ના રોજ ગુજરાત ગૌરવ યાત્રા સાંજે 4 કલાકે ભિલોડા તાલુકા માં પ્રવેશવાની છે ત્યારે તેની તૈયારી માટે એક અગત્ય ની બેઠક મળી

આ બેઠક માં નક્કી કરાયુ કે યાત્રા ભિલોડા તાલુકા માં પ્રવેશે એ સમયે યાત્રાનું 4 સ્થાનો પર સ્વાગત કરવાનું નક્કી કરાયું તેમજ શામળાજી એકલવ્ય મોડેલ સ્કૂલ માં જાહેરસભા નું આયોજન કરાયું છે

મોટી સંખ્યા માં કાર્યકરો એ ઉપસ્થિત રહી યાત્રા ને અને સભા ને સફળ બનાવવા માટે ભિલોડા તાલુકા ભાજપ પ્રમુખ કાંતિભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્યો  નિલાબેન મોડિયા – રસિકા બેન ખરડી  જિલ્લા ભજપ ઉપ પ્રમુખો રાજુભાઇ નિનામાં -મનોજભાઈ પટેલ  ,ભજપ ના ઇન્દ્રજીતસિંહ રાઠોડ, ભવાન સિંહ  ઠાકોર- ભીખુસિંહ- કૈવલ જોશીયાર  ભિલોડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અમરતભાઈ બરંડા ડોકટર રાકેશ બોડાત , શૈલેષ કોટવાળ સહિત તાલુકા પંચાયત સદસ્યો એ હાકલ કરી હતી અને મોટી સંખ્યામાં કાર્યકરોએ તેમજ હોદ્દેદારો ઉપસ્થિતિ રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *