ગારિયાધાર શહેરમા ગંદકીનુ સામ્રાજ્ય હોય તેમ ઠેક ઠેકાણે ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે હાલ એક તરફ ચોમાસાની સિઝન હોય તેમજ જયા ત્યા ગંદકી ના થર જામ્યા છે કાદવ,કીચડ,અને કચરાના ઢગલા ના કારણે રોગચાળો વકરે તો નવાઇ નહી એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન પાછળ લાખો રૂપીયાનો ખચૅ કરવામા આવે છે ત્યારે ગારિયાધારમા સ્વચ્છતા અભિયાન ના લીરેલીરા ઉડતા હોય તેમ જોવા મળી રહ્યુ છે ગારિયાધાર શહેર ના પાલીતાણા રોડ પર ઇન્ડેન ગેસ એજન્સી વાળા ખાંચા મા વોડૅ નં ત્રણ મા રોડ પર જ એટલી બધી ગંદકી જામી છે કે ત્યાથી પસાર થતા લોકો દુગૅંધ ના કારણે તોબા પોકારી ગયા છે માંથુ પાકી જાય તેવી દુગૅંધ મારતા આ કચરા બાબતે સફાઇ કાયૅ કયારે હાથ ધરાશે ? તેવુ લોકમુખે ચચાૅય રહ્યુ છે સ્થાનિક લોકો ના જણાવ્યા મુજબ ઘણા સમય થી અા રોડ પર ગંદકી છે છતા પણ તંત્ર દ્વારા સફાઇ કામ થતુ નથી આ બાબતે તંત્ર દ્વારા સફાઇ કામ હાથ ધરાય તે જરૂરી છે
ગોપાલ ગોંડલીયા