Breaking NewsLatest

ખાંભા તાલુકા ના જુના માલકનેશ ગામે બ્લોક પેવર નું કામ અટકાવી તાત્કાલીક પગલા લેતા તાલુકા વિકાસ અધિકારી

ખાંભા તાલુકાના જુનામાલકનેશ ગામના સરપંચ દ્રારા વ્યાપકપણે ભ્રષ્ટાચાર આચરેલ હોય જેમની જાણ થતાં ગામના જાગૃત ઉપસરપંચ અને પ્રેસ રિપોર્ટર હસમુખભાઈ શિયાળ દ્રારા કામનો ભ્રષ્ટાચાર અટકાવતા તેમની ઉપર ખોટી પોલીસ ફરિયાદ થતા અને તેમની જાણ થતાં આર.ટી.આઈ.એક્ટિવિસ્ટ અને પ્રેસ રિપોર્ટર મુકેશભાઈ વાઘેલાએ જ્યાં બ્લોક પેવરનું કામ ચાલુ હતું તે સ્થળની મુલાકાત લઈને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં હસમુખભાઈ શિયાળની મુલાકાત લઈ તાત્કાલિક ધોરણે તાલુકા વિકાસ અધિકારીશ્રીને રૂબરૂ લેખિતમાં અરજી આપતા તેમજ તાત્કાલિક પગલાં ન લેવામાં આવે તો ધરણાની ચીમકી ઉચ્ચારી હતી. તેના પગલે ખાંભા તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાવસાર સાહેબ દ્રારા તાત્કાલિક ધોરણે પગલાં લઈ ને સરપંચશ્રી અને તલાટી મંત્રી ને બીજા આદેશ ન કરવામાં આવે ત્યાં સુધી કામ અટકાવી ને તરત જ પગલાં લીધેલ છે.

રિપોર્ટર મુકેશ વાઘેલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *