શક્તિ ભક્તિ અને આસ્થા નું ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબાનો ધામ વિશ્વભરમાં વિખ્યાત છે ત્યારે માં અંબાના દર્શન કરવા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો માં અંબાના ચરણોમાં આવી શીશ નમાવી માતાજીનો આશીર્વાદ મેળવતા હોય છે
આજે માં અંબાના ધામે ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી મુકેશ ભાઈ પટેલ આવી પહોંચ્યા હતા તો ગુજરાતના ઉર્જા મંત્રી નો અંબાજી મંદિરમાં પૂજારીઓ દ્વારા તેમને કેસ પહેરાવી અને તિલક કરી સ્વાગત કર્યું હતું .ગુજરાતના ઉર્જા મંત્રી મા અંબાના નીજ મંદિરના વિશેષ પૂજા અર્ચના કરી હતી
તો માં અંબા ના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યો હતો . તો સાથે સાથે ગુજરાતની અને દેશ લોકોના સુખકારી જીવનની માતાજીથી પ્રાર્થના કરી હતી .
માં અંબા નો આશીર્વાદ મેળવ્યા બાદ ગુજરાતના ઉર્જા મંત્રી રાણપુર શક્તિ કેન્દ્ર ના આંબા ફળિયા ગામે પેજ પરમુખ ના ઘરે દિવાલી નો ઉત્સવ મનાવ્યો હતો. 03/10/22 ના દિવસે ગુજરાતના ઉર્જા મંત્રી એ અંબાજી નજીક આવેલા આંબા ફળિયા ગામે રાણપુર શક્તિ કેન્દ્ર ના પેજ પ્રમુખના ઘરે મુલાકાત માટે ગયા હતા
ત્યારે ત્યાં ના વિસ્તારમાં અને આજુબાજુ રહેતા લોકોના ઘરે લાઈટ ની કોઈપણ વ્યવસ્થા ન હોવાને કારણે ઉર્જા મંત્રીએ સ્થળ મુલાકાત દરમ્યાન વિધુત અધિકારીઓ ને આંબા ફળિયાના વિસ્તારમાં વિધુત ની આપૂરતી કરવાની સૂચન કર્યું હતું.
ત્યારે ગણતરીના દિવસોમાં આંબા ફળિયા ગામે વીજ મીટર અને લાઈટ ની વ્યવસ્થા કરવામાં આવી હતી તેને લઈને ગરીબ અને વગર બીજલી મા રહેતા લોકો માટે લાઈટ આવવાને કારણે દિવાલી નો એક અનરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તો સાથે સાથે દિવાળી નો પર્વ તેમના માટે સહી અર્થે પ્રકાશમય થયો છે. જેથી ગુજરાતના ઉર્જા મંત્રી મુકેશ ભાઈ પટેલ તેઓને સાથે આજે દિવાલીની પર્વ ઉજવણી કરી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી