કપિલ પટેલ દ્વારા અરવલ્લી
કોઈપણ સમાજ હોય કોઈ ને કોઈ સામાજિક ઉત્થાન ની પ્રવૃત્તિ દ્વારા સામાજિક સંગઠન મજબૂત બને એ જરૂરી ત્યારે 52 ગામ માલપુર તાલુકા લેઉઆ પાટીદાર સમાજ દ્વારા દસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો
લેઉઆ પાટીદાર સમાજ માલપુર તાલુકા માં પાટીદાર વસ્તી ધરાવતો સૌથી મોટો તાલુકો છે ત્યારે 52 ગામ લેઉઆ પાટીદાર સમાજ ,પાટીદાર વિકાસ મંડળ અને પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા આજે માલપુર પી જી મહેતા હાઈસ્કૂલ ખાતે સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો આજે હાઈસ્કૂલ ના મેદાન માં સમાજ ના 26 નવ યુગલો એ પ્રભુતા માં પગલાં પાડ્યા
વૈદિક ભૂદેવો ના મંત્રોચ્ચાર થી અગ્નિ ની સાક્ષી એ ચોરી માં મંગલ ફેરા ફરી ને આજથી લેઉઆ પાટીદાર સમાજ ના નવયુગલો સાંસારિક જીવન ની શરૂઆત કરશે ત્યારે સમાજના ભામાશા પટેલ જવેલર્સ ના સોનિકપુર ગામ ના મગનભાઈ પટેલ તેમજ મઠવાસ ગામ ના જસુભાઈ પટેલ દ્વારા વિશેષ દાન મળતા તેમજ વિકાસ અને પ્રગતિ મંડળ ના દાન વડે દસમો સમૂહ લગ્નોત્સવ નવ વર્ષ બાદ આજે ફરી એક વખત સંપન્ન થયો છે ત્યારે સામાજિક મોભો ગરીબ હોય કે પૈસાદાર તમામ કેટેગરી ના લોકો માટે એક સમાન રહે એ આશાયસર સમૂહ લગ્ન યોજી લેઉઅપાટીદાર સમાજ દ્વારા એકતા ના દર્શન થાય છે
આ સામુહિક લગ્નોત્સવ છેલ્લા દસ વર્ષ પહેલાં યોજવામાં આવ્યો હતો ત્યારબાદ આ વરશે દસમો સમૂહ લગ્નમાં વિકાસ મંડળ ના ઉત્સાહિત અને મહેનતુ પ્રમુખ વિનોદભાઈ આર પટેલ ની કોઠા સુજબૂજ થી સમાજ માં થતા લગ્નમાં ખર્ચ ઓછો થાય અને વરપક્ષ તેમજ કન્યા પક્ષ ના મામેરા રાસ ગરબા પણ એકજ સ્થળ પર થાય તેમાટે નો નવતર પ્રયોગ કરવામાં આવ્યો જેમાં બે દીવસ કાર્યક્રમો યોજાયા હતા બંને દિવસ ના દતાઓ પણ મળવા થી સમૂહ લગ્ન યોજાયા
આ પ્રસંગે માલપુર તાલુકા લેઉવા પાટીદાર ના મુખી કાંતિભાઈ પટેલ , સમાજ ના અને બાયડ વિધાનસભા ના ધારાસભ્ય જશુભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ મહેશભાઈ ડી પટેલ , સખીદાસ ભાઈ પટેલ, , ડી કે પટેલ,,મુળજીભાઈ પટેલ સહિતના સમાજ ના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિકાસ મંડળ ના રજનીભાઇ પટેલ,રમેશભાઈ પટેલ મહિયાપુર, યશવંતભાઈ, સહિત ના સામાજિક ,રાજકીય અને સહકારી આગેવાનો,દાતાઓ સહિત ના સમાજ ના નાનામોટા અનેક આગેવાનો યુવાનો ના પરિશ્રમ થી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો