જ્યારે કોઈ જાતનો અકસ્માત સર્જાય છે કોઈ પ્રકારની મેડિકલ ઈમરજન્સી આવે ત્યારે આપણા મનમાં તાત્કાલિક સારવાર માટે એક જ નંબર યાદ આવે છે એ નંબર એટલે 108 જાહેર માર્ગો પર અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સારવાર આપતા સમયે તેમની પાસે રહેલ કીમતી મુદ્દામાલ સાચવીને દર્દીના પરિવારજનો ને રૂબરૂ બોલાવી પરત કરવાના પ્રેરણાત્મક કિસ્સા વિશે વિગતો આપતા 108 ટીમના બોટાદ જિલ્લાના ઈએમઇ દિનેશભાઇ જલુ એ જણાવ્યું હતું
કે બાબરાના ગોલ કોટડી ગામ પાસે ગોવિંદભાઈ ખોડાભાઈ મકવાણા નામના બાઈક ચાલકે વાહન ઉપર કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત થયો હતો જેમને હાથ અને પગ તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે 108 માં જાણ કરવામાં આવી હતી 108 ના ઇએમટી કુલદીપસિંહ વાળા અને પાયલોટ જીગ્નેશભાઈ સાથે ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત દર્દીને સારવાર પુરી પાડી હતી અને તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે લાઠી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
જે દર્દી ગોવિંદભાઈ મકવાણા અમરેલી જિલ્લાના લાઠીની પ્રાંત અધિકારી ની ઓફિસમાં ચૂંટણી લક્ષી ઇલેક્ટ્રોનિક મીડિયામાં કામ કરી રહ્યા હતા એવું જાણવા મળ્યું હતું ઇએમટી કુલદીપ સિંહ વાળા અને પાયલોટ જીગ્નેશભાઈ દ્વારા ઘાયલ દર્દીના પરિવાર જનોને રૂબરૂ બોલાવી 80,000 રૂપિયા રોકડા તેમજ એક એન્ડ્રોઈડ મોબાઈલ અંદાજિત કિંમત 20,000 અને એચડી કેમેરો અંદાજિત કિંમત ₹35,000 તેમજ બાઈકની ચાવી પાકીટ અને જરૂરી ડોક્યુમેન્ટ આધારકાર્ડ ચૂંટણીકાર્ડ એટીએમ કાર્ડ અને બે કાળા કલરની બેગ અને હેલ્મેટ હાર્દિકભાઈ ને બોલાવી શું પરત આપ્યા હતા આ તકે ઘાયલના પરિવારજનોએ 108 ટીમની પ્રમાણિકતા અને નિષ્ઠાથી પ્રભાવિત થઈ 108 સમગ્ર ટીમનો આભાર માન્યો હતો
રિપોર્ટ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર