સુરત હંમેશા અંગદાન કરવામાં મોખરે રહે છે ત્યારે સુરત માં બ્રેન ડેડ યુવક ના ડાબા હાથ નું દાન કરવામાં આવ્યું હતું..સુરત ની સિવિલ હોસ્પિટલમાં આ અંગદાન કરવામાં આવ્યું હતું.અને એર એમ્બ્યુલન્સ મારફતે આ હાથ 1200 કિમી દૂર કોચીના એક વ્યક્તિને લગાવવામાં આવ્યો હતો.
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સુરત સિવિલની અંદર ઐતિહાસિક કાર્ય થયુ હતું.બ્રેન ડેડ યુવકના હાથનું દાન કરવામાં આવ્યું હતું.જે ગુજરાતની છઠ્ઠી અને સુરત સિવિલની પ્રથમ ઘટના છે .અમદાવાદ સિવિલમા ત્રણ અંગદાતા ઓના હાથનુ દાન થયુ હતુ, સુરતની કિરણ હોસ્પિટલ દ્વારા બે અંગદાતા ઓના હાથનુ દાન થયુ હતુ
જ્યારે સુરત સિવિલ દ્વારા પ્રથમ વાર ડાબા હાથનુ અંગદાન થયુ છે.આનંદા ધનગઢ મુળ મહારાષ્ટ્રના ધુલિયા જીલ્લાના સોનગિર ગામના મૂળ વતની છે.અને તેઓ આકસ્મિક રીતે પડી ગયા હતા. જેથી તેમની સારવાર સુરત સિવિલ હોસ્પિટલમાં થઈ રહી હતી.
આ સારવાર દરમિયાન ડોકટરો દ્વારા તેઓને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. બ્રેઈન ડેડ થતા ડોકટરોએ તેમના પરિવારને અંગદાન વિશે માહિતી આપતા તેમના પુત્ર અને પરિવારે અંગદાન કરવાની તૈયારી બતાવી હતી.ડાબા હાથની જરૂરિયાત હોવાથી દાન કરવા સહમતી આપી હતી.
આનંદાના ડાબા હાથનુ દાન કરવાની પરિવાર દ્વારા સંમતિ આપવામાં આવતા તેમના હાથને 1200 કિમી દૂર પહોચાડવામાં આવ્યો હતો. ગુજરાત સરકારની એર એમ્બ્યુલન્સ દ્વારા 1200 કિલોમીટર દુર સુરતથી કોચી અમ્રિતા હોસ્પિટલમા તેમના ડાબા હાથને પહોચાડવામા આવ્યુ.અંગદાનના સેવા કાર્યમા સુરત પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામા આવ્યો હતો.
ડો.નિલેશ કાછડિયા,ડો.રાહુલ અમિન અને ડો.સંજુ દ્વારા હાથને પોક્યોર કરવામા આવ્યા હતા. તેમજ આ કાર્યને સંપન્ન કરવા સુરત સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક , સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયં સેવકો દ્વારા આ કાર્યને સંપન્ન કરવા ભારે જહેમત ઉઠાવી હાથને કોચી પહોંચાડ્યો હતો.
1200 કિમી દૂર કોચીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું.
બ્રેન ડેડ યુવકના હાથનું દાન કરવામાં આવ્યું હતું.
ગુજરાતની છઠ્ઠી અને સુરત સિવિલની પ્રથમ ઘટના છે.
આનંદા ધનગઢ મુળ મહારાષ્ટ્રના વતની.
ધુલિયા જીલ્લાના સોનગિર ગામના વતની