Breaking NewsLatest

નેવી દિવસની ઉજવણી:આ છે દરિયાઈ સીમા પર બાજ નજર રાખતા નેવીના જાંબાઝ ડોનીયર વિમાન.

પોરબંદર: ભારતીય નેવીના બે દિગ્ગજ બાજ ડોનીયર વિમાન જે પોતાની નજરોથી દુશ્મનને ભાગવાની તક નથી આપતા જે નેવીની આન બાન અને શાન છે..

4 ડિસેમ્બર નેવી દિવસ તરીકે ઉજવાય છે ત્યારે ભારતની સમુદ્રી સીમાની રક્ષા કરતા ભારતીય નૌકાદળના જહાજો ની સાથે સાથે આકાશ માર્ગે પણ દુશ્મનના પળપળની ગતિવિધિઓ પર બાજ નજર રાખતા ડોનીયર વિમાનો કોઈ ઓછા ઉતરે તેવા નથી.

 

10 થી 12 મોટા જહાજો, હેલિકોપટર્સ, ફાઇટર વિમાનથી સજ્જ ભારતીય નૌકાદળ સમુદ્રી સીમમાં ઘૂસતા દુશ્મનોને ખાદેડવા સક્ષમ અને સજ્જ છે. ડોનીયર એરક્રાફ્ટ જે આખા એરેબિયન દરિયામાં ઉડતું રહે છે અને પોતાના સર્વેલન્સ દ્વારા બાજ નજર રાખી નિગરાની કરે છે.

કોઈ પણ દેશવિરોધી ગતિવિધિઓની જાણકારી તાત્કાલિક પ્રાપ્ત કરી આગળની કાર્યવાહી કરવા માટે માહિર છે આ ડોનીયર એરક્રાફટ. દરિયાઈ સીમા સાથે સાથે અકાશમાર્ગ સાથે પણ જોડાઈને સતત તમામ એજન્સી સાથે સહકાર અને સંગઠન દ્વારા તેઓ ભારતની દરિયાઈ સીમાની રક્ષા કરવા સજ્જ જોવા મળે છે. પોરબંદર ખાતેના નેવલ એર એનકલેવના ઇન્ચાર્જ અધિકારી કોમોડોર વિશાલ રોયએ વિગત આપી જણાવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *