Crime

રોકડ રૂ.૧૪,૦૦૦/- સહિત કુલ રૂ.૪૭,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે ક્રિકેટ સટ્ટાનો ઓનલાઇન જુગાર રમતાં ૨ માણસોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ  ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગાર તથા ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ગારીયાધાર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ગારીયાધાર,માળી સોડા ઝોન નામની દુકાન પાસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમી-રમાડતાં હોવાની માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં બે માણસો નીચે મુજબનાં મુદ્દામાલ સાથે મોબાઇલ ફોનમાં ઓનલાઇન આઇ.ડી.થી ક્રિકેટ મેચ તથા અન્ય રમતો ઉપર હાર-જીતનો જુગાર રમતાં મળી આવેલ. જે અંગે તેઓ બંને વિરૂધ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓઃ-
1. તૌશીફભાઇ કરીમભાઇ પઠાણ ઉ.વ.૩૩ રહે.પ્લોટ નં.૧૧,બાગ-એ-અમન,ઘાંચીવાડ,ગારીયાધાર જી.ભાવનગર
2. સોહરાબભાઇ અલીભાઇ શમા ઉ.વ.૩૯ ધંધો-હિરા રહે.મફતપરા, નવાગામ રોડ,ગારીયાધાર જી.ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-  1. વીવો કંપનીનો તથા વન પ્લસ કંપનીનાં મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૩૩,૦૦૦/-

2. રોકડ રૂ.૧૪,૦૦૦/- મળી કુલ રૂ.૪૭,૦૦૦/- નો  મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, બાવકુદાન કુંચાલા, વનરાજભાઇ ખુમાણ, હરેશભાઇ ઉલ્વા,શકિતસિંહ સરવૈયા, બ્રિજરાજસિંહ ગોહિલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *