શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. 8 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે ત્યારે ચૂંટણીમાં જીતેલા ઉમેદવારો એટલે કે ધારાસભ્ય તરીકે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેવ દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતેના ચૂંટાયેલા ધારાસભ્ય અનિકેત ઠાકર અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા.
અંબાજી 51 શક્તિપીઠ સર્કલ ખાતે અંબાજી ભાજપ દ્વારા તેમને સાફો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓ ચાલતા ચાલતા અંબાજી મંદિર સુધી આવ્યા હતા અંબાજી મંદિરમાં તેમણે માતાજીના દર્શન કર્યા હતા અને ત્યારબાદ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે પાલનપુરના સીટિંગ ધારાસભ્ય મહેશ પટેલને હરાવીને ધારાસભ્ય બન્યા છે.
અંબાજી પ્રહલાદ પૂજારી