Latest

ગુજરાત સરકાર ના રાજયકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર નું સાબરડેરી ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ કર્મચારી યુનિયન દ્વારા સન્માન કરાયું

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સાબરડેરી ના ડિરેકટર અને ગુજરાત સરકાર ના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર નું આજે સાબરડેરી ખાતે મંત્રી પદ મળ્યા પછી પહેલી મિટિંગ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નું મળ્યું જેમાં ભીખુસિંહ પરમાર નું બોર્ડ રૂમ ખાતે સાબરડેરી ના ચેરમેનશ્રી શામળભાઈ પટેલ વાઇસ ચેરમેન બ્રિજેશ પટેલ તથા સાબરડેરી ના ડીરેક્ટરો જ્યંતીભાઈ ભીખાભાઇ પટેલ, મણીભાઈ પટેલ,કાંતિભાઈ પટેલ, જેશીંગભાઈ પટેલ, વિપુલભાઇ પટેલ, ભોગીભાઇ ,જેઠાભાઇ પટેલ

પૂર્વ ચેરમેન સાબરડેરી, પટેલ ,જશુભાઈ પટેલ- કનુભાઈ મણીભાઈ પટેલ , સચિનભાઈ પટેલ સહિત ના અન્ય ડિરેક્ટર્સ તેમજ સાબરડેરી કર્મચારી યુનિયન ના પ્રમુખ કનુભાઈ એમ પટેલ સાબરકાંઠા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ હર્ષદભાઈ પટેલ સહિત ના યુનિયન ના હોદ્દેદારો એ પુષ્પ ગુચ્છ અને ફુલમાળા અર્પણ કરી

સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સાબરડેરી ના મેનેજીંગ ડિરેકટર સુભાષભાઈ પટેલ પરસોનલ વિભાગના મેનેજર અને ડેરી ના અનેક વિભાગના વિભાગીય અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું


સાબરડેરી ના ઇતિહાસ માં પહેલી વાર બોર્ડ ઓફ ડિરેકટર હોય અને ગુજરાત સરકારના મંત્રીતરીકે નિમણુંક થઈ હોય તેવો મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર પહેલા મંત્રી તરીકે હોવાથી ડેરી માટે અને કર્મચારીઓ માટે ગૌરવ લેવા જેવી ઘટના છે જેથી સાબરડેરી માં આનંદ અને ઉલ્લાસભેર કર્મચારીઓ અને અધિકારીઓ અને બોર્ડ ઓફ ડિરેકટેરો માં ખુશી જોવા મળી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *