શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે.અંબાજી મંદિર ખાતે મોબાઈલ અંદર લઇ જવા પર પ્રતિબંધ છે,પરંતુ અંબાજી મંદિર મા મોબાઈલ લઇ જવો કોઈ મોટી વાત નથી.અંબાજી મંદિરના સાત નંબર ગેટ પરથી મોબાઈલ લોકો આસાનીથી લઇ જાય છે અને મંદિર ચાચર ચોકમા ફોટા પડાવે છે.
અંબાજી મંદિરના ચાચર ચોકમાં સામાન્ય ભક્તો ફોટા પડાવી શકતા નથી,પરંતુ ઓળખીતા ભક્તો અને વીઆઈપી ભક્તો મંદિરમાં આસાનીથી મોબાઈલ લઇ જઈને કાયદાનો ભંગ કરી રહ્યા છે.અંબાજી મંદિરમાં ગમે ત્યારે જાઓ ત્યારે ચાચર ચોકમાં કેટલાય ભક્તો મોબાઈલ વડે ફોટા પડાવી રહ્યા છે જે કાયદાનું ભંગ છે. ભાજપ નેતાએ પોતાના ફેસબુક પેઝ પર અંબાજી મંદિર બંધ હતુ ત્યારે અંદર ફોટા પડાવી અપલોડ કર્યો ,ફોટો થોડા મહિના અગાઉનો લાગી રહ્યો છે.
આ ફોટા ફેસબુક પેઝ પર થી ન્યૂઝ માટે લીધેલ છે.આ તસ્વીર મા દેખાતા ભાઈ અંબાજી મંદિર ખાતે દર મહિને આવતા હોવાની માહિતી છે અને તેમને અંબાજી મંદિર મા બંદ હોય તોય પ્રવેશ મળી જાય છે જે તેમને પાડેલા ફોટા પરથી જોઈ શકાય છે.અંબાજી મંદિર ખાતે સધન સુરક્ષા હોવા છતા આવા લોકો મંદિર અંદર જ્યાં ફોટા પાડવા પર પ્રતિબંધ છે ત્યાં ફોટા પડાવેલ છે.
આ નેતાના ફેસબુક પેજ પર અંબાજી મંદિરના ઘણા ફોટા જોઈ શકાય છે.અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને તેમના પુત્ર આ નેતાની આગતા સ્વાગતા કરી રહ્યા હોવાની ચર્ચા મંદિરમાં સાંભળવા મળી રહી છે.અંબાજી મંદિરના ગાદીમાં ફરજ બજાવતા એક ભાઈએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ પરેશ ભાઈ અને તેમના મિત્ર અને ટેમ્પલ ઇન્સ્પેક્ટરનો પુત્ર ગાદીમાં વગર પાવતીયે અવારનવાર જમવા આવે છે
અંબાજી મંદિર બંધ હતું ત્યારે આ ભાજપના નેતા કઈ રીતે બંધ મંદિરમાં પહોંચી ગયા અને કઈ રીતે બંધ મંદિરમાં ફોટા પડાવ્યા ,સધન સુરક્ષા ના પીએસઆઇ ,પોલીસ જવાનો ,હોમ ગાર્ડ જવાન ,બોર્ડર વિંગ,જીઆઇએસએફએસ શું કરતા હતા.અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર ના ખાસ મિત્ર પરેશ પટેલ હોવાની માહિતી સામે આવી છે.અંબાજી મંદિરમાં હાલમાં કાયમી વહીવટદાર ન હોવાના કારણે અંબાજી મંદિરનો વહીવટ ખાડે ગયો છે.આ ઘટના મા અંબાજી મંદિરના જે પણ કર્મચારી સામેલ હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
@@ અંબાજી મંદિરમાં મોબાઈલ પ્રતિબંધ કડક અમલી બને તેવી માંગ ઉઠી છે @@
અંબાજી મંદિરમા હવનશાળાના કેટલાક બ્રાહ્મણ ,સિક્યુરિટી ના જવાનો અને કર્મચારીઓ ગમે તે રીતે મોબાઈલ લઈને હરતા ફરતા જોવા મળી રહ્યા છે.અંબાજી મંદિરમાં મોબાઈલ પ્રતિબંધ નો કાયદો કડક બને તેવી માંગ પ્રબળ બની છે.
@@ રવિવારે એ પૂનમના દિવસે ટેમ્પલ ઇન્સ્પેક્ટર ઓફિસ આજુબાજુ મંદિર ક્યાં કર્મચારી દશૅન કરવા મોટે આંટા મારી છે @@
અંબાજી મંદિરમાં વીઆઈપી દર્શન ના નામે મોટો ખેલ ચાલી રહ્યો છે.અંબાજી મંદિરના ચેરમેન ટેમ્પલ ઇન્સ્પેક્ટર ઓફિસ બહારના સીસીટીવી કેમેરા ચેક કરે તો આખો ખેલ સમજાઈ જાય,અંબાજી મંદિર ખાતે જીઆઇએસએફએસ ,અંબાજી પોલીસ અને બોર્ડર વિંગ જવાનો હોવા છતાં કુંભ રાશિના વ્યક્તિ આખો દિવસ વીઆઈપી દર્શન ની લાઈન આગળ શું કરે છે.અંબાજી મંદિરમાં ચાલતી ચર્ચા મુજબ બહારના કેટલાક પ્રસાદના વેપારીઓ સાથે કુંભ રાશિના વ્યક્તિ કોન્ટેક્ટ કરી દર્શન ના નામે વહીવટ કરે છે.કુભ રાશિ વ્યક્તિ ને અગાઉના વહીવટદારે પ્રતિબંધ મુક્યો હતો તો કુંભ રાશિના વ્યક્તિ રવિવાર અને પૂનમે સવારથી લઈને સાંજ સુધી આખો દિવસ શું કરે છે.
@@ અંબાજી મંદિર પરીસર મા 4 થી 5 લોકો ધજાના નામે વહીવટ કરે છે @@
અંબાજી મંદિર સાત નંબર ગેટ બહાર અને ચાચર ચોકમાં 4 થી 5 ધોતી વાળા છોકરાઓ ફરી રહ્યા છે જે ધજા ના નામે મોટો વહીવટ કરી રહ્યા છે જે છોકરાઓ પર કાયમી પ્રતિબંધ મુકવામાં આવે,અંબિકેશ્વર મહાદેવમાં વહેલી સવારે 3 મહારાજ બેસી યાત્રીકો સાથે શું કરી રહ્યા છે તે વહીવટદાર તપાસ કરે તો સૌથી મોટું કૌભાંડ બહાર આવે
રિપોર્ટ.
અમિત પટેલ અંબાજી