બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સમગ્ર બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ જાહેર સુરક્ષા અને સલામતી માટે બોટાદ જિલ્લામાં ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેટર્નના ઉત્પાદન
વેચાણ અને ઉડાડવા તથા ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીકની દોરીના ઉત્પાદન અને વેચાણ પર તથા પતંગ ઉડાડવા તેનો ઉપયોગ કરવા તથા સીન્થેટીક માંઝા, સીન્થેટીક કોટીંગ કરેલ હોઇ અને નોન-બાયોડીગ્રેબલ હોઇ તેવી દોરી/ચાઇનીઝ માંઝાના ઉત્પાદન વેચાણ કે ઉપયોગ કરવા ઉપર હંગામી પ્રતિબંધ મુકતું ઉક્ત જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
રિપોર્ટ જયરાજ ડવ બોટાદ