શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન આવેલું છે જ્યારે હડાદ અને દાંતા ખાતે પીએસઆઇ કક્ષાનું પોલીસ સ્ટેશન આવેલું છે. મંગળવાર રાત્રે હડાદ પોલીસની ગાડીને અકસ્માત નડ્યો હતો. જેમાં રોડ વચ્ચે ગાય આવી જતા ગાયને બચાવવા જતા પોલીસના ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને ગાડી પલટી ખાઈ ગઈ હતી.
પોલીસ સૂત્રથી મળતી માહિતી પ્રમાણે હડાદ પોલીસ સ્ટેશનની ગાડી અંબાજી થી હડાદ તરફ રાત્રે 11 વાગ્યાના સુમારે જતી હતી ત્યારે રાણપુર આંબા અને રાણપુર બંગલા ની વચ્ચે અંબાજી થી હડાદ તરફના માર્ગ પર માર્ગ વચ્ચે એકાએક ગાય આવી જતા ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો અને ડ્રાઇવરે ગાયને બચાવવા જતા ગાડી પલટી ખાઈ ગઈ હતી. ડ્રાઇવરને સારવાર માટે અંબાજી ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલ ડ્રાઇવરની સ્થિતિ સારી છે.
અંબાજી પ્રહલાદ પૂજારી
















