રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરતના પાંડેસરા પોલીસ મથક હદ વિસ્તારમાં અ-પડત ગુના શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે અસરકારક કામગીરી કરવા આપેલ સૂચના અનુસાર
પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે.કામળિયાના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર ડી. ડી.ચૌહાણ અને સર્વલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન હરપાલસિંહ દીપસિંહ, દિગ્વીજયસિંહ અજીતસિંહ અને સિધ્ધરાજસિંહ ભારતસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે એક ઇસમ એક વગર નંબર ની કાળા કલરની મોટરસાયકલ લઈને ભેદવાડ દરગાહ પાસે રોડ ઉપર ઉભેલો છે જે ઈસમ લોકોને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના ચોરી કરવાની ટેવવાળો છે
જે ચોરીના દાગીના સાથે ઉભેલ છે જે મળેલ બાતમીની હકીકત મેળવી ટીમ બનાવી બાતમી વાળી જગ્યા પર જઈ આરોપી કરાર અલી હજુરઅલી જાફરી ઉમર 32 રહે ન્યુ ઇદગાહ કોલોની ખેડકા ભુસાવલ જલગાવ મહારાષ્ટ્ર તથા દેવગુની કોલોની સેમલીયાગામ તાલુકા સેંધવા જિલ્લા બળવાની મધ્ય પ્રદેશનો ઈસમને પકડી પાડી તેની પાસેથી સોનાના દાગીના તથા એક મોટરસાયકલ મળી રૂપિયા 2,60,000 ના મુદ્દામાલ સાથે પગલી પાડી
આરોપીની પૂછપરછ કરતા તેને જણાયેલ કે પોતે સુરત શહેરના અલગ અલગ વિસ્તારના મંદિરમાં જઈ પુજારી કે આજુબાજુમાં બીજા કોઈ વ્યક્તિ મળી આવે તો તેઓને ગુપ્ત દાન આપવાની વાત કરી ગુપ્ત દાન પેઠે આપવાના રૂપિયા સોનાના દાગીના સ્પર્શ કરવાનું કહી લોકોને વિશ્વાસમાં લઈ તેઓની નજર ચૂકવી સોનાના દાગીના ચોરી કરી પોતાના વતન એમપી ભાગી જતો.હોવાની હકીકત સામે આવી છે.પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.