સરકાર ને બદનામ કરવા અધિકારીઓ ની અવળચંડાઇ ?ભિલોડા તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ ભ્રષ્ટાચાર માં અવ્વલ વર્ષો થી રોડ મજૂર થયા પણ એક વર્ષ પણ પૂર્ણ નહિ થયું અને સડકો તૂટી ગઈ વિજિલન્સ તાપસ નિષ્પક્ષ થાય એ જરૂરી
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલ શોભયડા કંપા તરફ જવાનો રોડ 70 વર્ષ બાદ મંજૂર થતાં કંપાના લોકો આનંદિત બની ચૂક્યા હતા પરંતુ અધિકારીઓની આપખુદ શાહીના કારણે રોડનું કામ અટકી પડતા કંપાના સ્થાનિકોએ રોડ વિના અગવડતા ભોગવવી પડી રહી છે ત્યારે કંપાના સ્થાનિકોએ આજે રોડ પર આવી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો.જોકે હજુ પણ રોડનું કામ શરૂ નહીં થાહ તો આગામી સમયમાં ભૂખ હડતાળ યોજાવાની પણ કંપાના સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી.
રાજ્ય સરકાર દ્વારા ના છેવાડાના ગામડાઓ સુધી રોડ રસ્તા પાકા કરવાનો નીર્ધાર છે ત્યારે રાજ્યસરકાર એ દિશામાં કામો પણ કરી રહી છે જોકે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શોભયડા કંપાના પિક અપ સ્ટેન્ડ થી ગામ સુધીનો સવા કિલોમીટર જેયલો રોડ વર્ષોથી બન્યો નહોતો ત્યાતે ગ્રામજનો ની અનેક રજુઆત બાદ રાજ્ય સરકાર દ્વારા 33 લાખ રૂપિયા મંજુર કર્યા હતા બાદમાં રોડનું કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું હતું અંદાજીત સાતસો ફૂટ જેટલું માટી કામ પણ કરી દેવામાં આવ્યું હતું
પરંતુ કોઈ કારણ સર અધિકારીઓ દ્વારા રોડનું કામ અટકાવી દેવતા ગ્રામજનો દ્વારા રોડ પર આવી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો જોકે હજુ પણ અધિકારીઓ દ્વારા કામ શકરું નહીં કરાય તો આગામી સમયમાં માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે ભૂખ હડતાળ કરવાની પણ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.