કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ઉનાળાની અસહ્ય કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે ત્યારે ભિલોડા ગૌ – રક્ષા સમિતિ દ્વારા છેલ્લા ૬ વર્ષ થી અવિરત પણે ઉનાળામાં પક્ષીઓ માટે નિઃ શુલ્ક પાણીના કુંડા અને પક્ષી ઘરનું વિતરણ કરવામાં આવે છે.
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અને ખાસ કરીને લુપ્તતાના આરે એવી ચકલી પક્ષીને એની લુપ્તતા અટકાવવા માટે આ ખાસ પ્રકાર નું અભિયાન ચલાવવામાં આવે છે.
અસહ પડતી ગરમીમાં ચકલીઓ પાણીના અભાવે મૃત્યુ પામતી હોઈ છે.આ બધી બાબતો ને ધ્યાનમાં રાખી ને આ વર્ષે પણ ગૌ – રક્ષા સમિતિ, ભિલોડા દ્વારા 3000 પાણીના કુંડા / 3000 થી વધુ પક્ષી ઘરનું વિતરણ માંકરોડા,નવા વસવાટ,જુના ભવનાથ સહિત જુદા – જુદા વિસ્તારોમાં સેવાભાવી કાર્યકરોએ પહોંચી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે.ગૌ – સમિતિના તમામ સેવાભાવી કર્મઠ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.