Latest

શહીદ દિવસ નિમિત્તે જામનગર સીટી એ ના પોલીસ કર્મીઓ માટે યોજાયો મફત મેડિકલ કેમ્પ.

જામનગર: શહેર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુનાઓએ તેમજ નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવાનાઓએ પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યની સંભાળ લેવા માટે મેડીકલ ચેકઅપ કરાવી સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બને તે માટે તેઓની સુચનાથી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.બી.ગજજર તથા ઇન્ચાર્જ
પોલીસ ઇન્સ. પી.પી.ઝા તેમજ સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ બી.એસ.વાળાના માર્ગદર્શન હેઠળ શહીદ દીન નીમીતે બીટીજી એજ્યુકેશન અને ચેરીટીબલ ટ્રસ્ટ જામનગર તેમજ સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનના સંયુક્ત સહયોગથી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં આ ટ્રસ્ટના ડોક્ટરની ટીમ હાજર રહી તેઓ દ્વારા સીટી એ ડીવીઝનના તમામ પોલીસ અધીકારી તેમજ કર્મચારી તેમજ હોમગાર્ડનુ ફ્રી મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું..આ કાર્યક્રમમાં એ ડિવિઝનના તમામ પોલીસકર્મીઓ દ્વારા ઉત્સાહ પૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. આ કાર્ય બદલ જામનગર પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક તેમજ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ વતી આ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *