રણધીર ઝાલા એક બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે, એમ કહું તો બિલકુલ અતિશયોક્તિ નહીં લાગે. રાજકીય ચર્ચા હોય, આધ્યાત્મિક છણાવટ હોય, કોઈ પણ પવિત્ર ગ્રંથના ઊંડાણમાં ડૂબકી મારવી હોય, સાંપ્રદાયિક- બિનસાંપ્રદાયિક ઞહન વિચારધારા રેલાતી હોય, પરમ તત્વને પામવાની મંત્રણા ચાલતી હોય, ટૂંકમાં કહું તો કોઈ ક્ષેત્ર એવું નથી કે જેના ઊંડાણમાં રણધીર ઝાલાનું જ્ઞાન છીછરુ હોય.
નવરાત્રી કે લગ્ન પ્રસંગ ના ઢોલ ઢબુકતા ઞરબાનાં સ્ટેપ અદભુત રીતે રમી, નાગીન સંગીતમાં નાગણ ડાન્સમાં તો અંગ મરોડ જોતા રહી જઈએ તેવા હોય, અને હા ડી.જે. ના તાલે કોઈપણ ગીતનાં સથવારે રમતા પણ જોયા છે. નાના બાળકથી માંડી આબાલવૃદ્ધ સૌ કોઈના ચાહક, પ્રકૃતિ પ્રેમી, તોફાની હાથી- ઘોડા ને વિનમ્ર બનાવવાની કલા, લેખન- વાંચન કે ધ્યાનની અનેક મુદ્રાઓ આવું બધું તો રણધીર ઝાલાના જીવનમાં રોજીંદુ થયું છે. આવી કલાત્મક વ્યક્તિને પ્રતિભાશાળી વ્યક્તિ કે દેવપુરુષ કહેવામાં કોઈ સંકોચ નથી.
કવિ દુલાભાયા કાગનું એક ભજન યાદ આવે,, ” એજી તારા આંગણીયા એ પૂછી ને, જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રેજી,,,,, નારાયણી હોટલમાં પ્રવેશતા જ કાગબાપુની આ શબ્દ રચનાનો અવશ્ય અહેસાસ થાય જ. આંગણે આવેલાને મીઠો આવકાર, ને વળી જરૂર જણાય તો યોગ્ય રાહ નો મીઠો ઠપકો, સત્સંગ અને મીઠી ચા, આ તો રોજિંદા વ્યવહાર થઈ ગયો.
સૌરાષ્ટ્રની ધીંગી ધરાના કોઈ સંત હોય, કે સ્વતંત્ર સેનાનીની આત્મકથા હોય, સાંભળનાર વ્યક્તિ તલ્લીન થઈ જાય એટલું ઊંડાણ રણધીર ઝાલા ની વાતોમાં હોય. અને હાં વાતો કોઈ પણ વિષયની હોય એમના શબ્દોનો અમીરસ પિતા ધરોવ ન થાય. ટૂંકમાં કહું તો સામે બેઠેલો વ્યક્તિ સ્વતંત્રતા, આનંદ અને હળવાશ ગ્રહણ કરીને જ જાય.
રણધીર ઝાલાની વિચારધારા ધર્મ અને અધ્યાત્મને જોડતી કડીરૂપ કહી શકાય એવી છે. જે સાંપ્રત સમયમાં બહુ જ આવશ્યક છે. કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિ હોય પ્રેમ તો દરેકના માટે એક સમાન જ પિરસનાર પાત્ર એટલે અનમોલ રતન રણધીર ઝાલા. એની વાણી, ખુમારી, ખમીર સૌ કોઈને પ્રેરણા સ્ત્રોત બની રહે છે.
કોઈ મનુષ્ય જ્યારે પોતાના જીવનમાં કંઈક બહુ સારો અનુભવ પ્રાપ્ત કરી લે છે, ત્યારે તે પોતાની રીતે જીવનનો અસલી આનંદ અનુભવે છે. તે વ્યક્તિ પછી બીજા કોઈનો રહેતો નથી. તે બધાથી પોતાને ખૂબ ઉચ્ચ જુએ છે. જ્યારે અહીં પરિસ્થિતિ કંઈક ઉલ્ટી છે. પોતે જે નિજાનંદ અનુભવી રહ્યા છે સૌ કોઈને એ જ માર્ગે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. રણધીર ઝાલા મહાન જ્ઞાની થઈ શકે છે જેમાં શંકા ને કોઈ સ્થાન નથી. કારણ જ્ઞાની એ જ થઈ શકે છે જે સ્વયં પોતાના જીવનની શોધ કરી શકે છે.
અવિરત યોગ સાધનાના તપ વડે મનુષ્યની ચૈત્તસિક શક્તિ અસાધારણ પણે વિકાસ પામે છે. ત્યારે તે અતિન્દ્રિય શક્તિનો સ્વામી બની જાય છે. હાં ચોક્કસપણે કહી શકાય કે રણધીર ઝાલામાં ઉપરોક્ત સ્વામિત્વની શરૂઆત થઈ ચૂકી છે. જેના ગહન અભ્યાસ અને ચિંતન દ્વારા ભવિષ્યમાં ત્રિકાળ જ્ઞાની પણ બની શકે. કારણ તેનામાં અસાધારણ સિદ્ધિ વિકસેલી જોવા મળે છે.
રણધીર ઝાલા ઈચ્છા મૃત્યુ પામી શકે તો કોઈ નવાઈ નથી. ઈચ્છા મૃત્યુ એટલે મૃત્યુ ક્યાં, ક્યારે અને કેવી રીતે થશે તેનો અંદાજ અગાઉથી લગાવી શકે છે. આપણા શાસ્ત્રોમાં ઘણા બધા આવા દાખલાઓ છે. મેં પણ બે ત્રણ દાખલાઓ મારી નજર સમક્ષ જોયેલા છે.
મહાભારતના ભીષ્મપિતામહ પાસે ઈચ્છા મૃત્યુ શક્તિ હતી. એ પણ આપણે જાણીએ છીએ. પોતે અઢળક યોગ શક્તિ પ્રાપ્ત કરી છે. મહર્ષિ યોગી પોતે ધ્યાનમાં બેસી પોતાના શરીરને હવામાં કોઇ પણ આધાર વગર ઉપર એકાદ ફૂટ સુધી ઊંચકી શકે છે. જેને યોઞિક ફ્લાઇંગ કહેવાય છે. રણધીર ઝાલા જ્યારે ધ્યાનમાં હોય છે ત્યારે શરીરની અલગ અલગ અવસ્થાઓ નિહાળવાનો લાભ એમના અનેક અનુયાયીઓને મળ્યો છે.
હું વાત કરી રહ્યો છું ભાવનગરના નિલમબાગ પેલેસની એક પાંખ નારાયણી હેરિટેજના મેનેજર અને એક લવર મુછિયા યુવાન રણધીરસિંહ ભગવતસિંહ ઝાલા (અણીન્દ્રા)ની, કે જેનો આપણા ખમીરવંતા અને બાહોશ ક્ષત્રિય સમાજે પૂરો ઉપયોગ કરવો જોઈએ.
ક્ષત્રિય સમાજ ખૂબ સમજદાર વર્ગ છે. માટે મારા ક્ષત્રિય સમાજને મારી એક ટકોર છે કે આ વ્યક્તિત્વ સાંભળવા જેવું, માણવા જેવું અને એની વાણીને જીવનમાં ઉતારવા જેવું છે. એમની પવિત્ર વિચાર માળાને આપણાં ભવ્ય સમાજનાં મણકા રૂપી યુવાનોમાં ગૂંથવા જેવી છે. આપણા યુવાન- યુવતીઓને ગેરમાર્ગે જતા અટકાવવા, એમનું આત્મબળ વધારવા, જાગૃતિ લાવવા, રાજકીય ક્ષેત્રમાં પરિવર્તન લાવવા, કે સમાજના કુરિવાજોને નાથવા આ શ્રેષ્ઠ વ્યક્તિત્વનો પૂરો લાભ લેવો જોઈએ.
હકીકતમાં આપણા યુવાનો જીવનને ભાર સમજીને ઢસડાઇ રહ્યા છે અને રોજેરોજ તેના પર વધુ ભાર લાદતા જાય છે, ત્યારે રણધીર ઝાલાના આદર્શ વિચારોને ગ્રહણ કરવામાં આપણે બિલકુલ વિલંબ ના કરવો જોઈએ. કહેવત છે ને કે ” પાણી પહેલાં પાળ બાંધવી જોઈએ ” અન્ય સમાજના સેંકડો યુવાનોએ બાંધી લીધી છે. મસ્ત મોટો જથ્થો એકત્ર કરી ચૂક્યા છે. ત્યારે આપણા જ સમાજનો એક સિતારો ચમકી રહ્યો છે તેનો લાભ લેવાની સુવર્ણ તક શા માટે જતી કરવી જોઈએ ?
જય માતાજી
રેતુભા ઞોહિલ (માલવણ)
વ્યાયામ શિક્ષક,
ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ,
ભાવનગર.
મહામંત્રી.
શ્રી સિહોર તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ.
જનરલ સેક્રેટરી,
યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ભાવનગર.