શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે હાલમાં ચૈત્રી નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે અંબાજી મંદિર ખાતે આજે બપોરે 12 વાગે રાજભોગ ધરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ અન્નકુટ આરતી કરવામાં આવી હતી અને માતાજીને 56 ભોગ ની અલગ અલગ મીઠાઈ ધરાવવામાં આવી હતી.
અંબાજી મંદિરમાં બપોરે વિજય મુરતમાં ઝવેરા વિધિ યોજાઈ હતી અને ઝવેરા નું ઉત્થાપન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા આ જવેરા વિધિ યોજાઇ હતી. અંબાજી મંદિરની હવન શાળામાં આઠમ નિમિત્તે મહાશક્તિ યજ્ઞ પણ યોજાયો હતો.
અંબાજી પ્રહલાદ પૂજારી