ભિલોડા-મેઘરજ ધારાસભ્ય પી.સી.બરંડા / સરપંચ મુકેશભાઈ ત્રિવેદીએ શોભાયાત્રાના રથનું પ્રસ્થાન કરાવ્યું
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ઠેર ઠેર-ઠેર મંદિરોમાં વહેલી સવારથી દર્શનાર્થે ભક્તોની કતારો લાગી હતી.રામનવમીના પાવન પર્વ નિમિત્તે શ્રધ્ધાભેર,ભકિતભાવ પુર્વક આનંદ ઉલ્લાસભેર સિયાવર રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા ડી.જે. ના તાલે વાજતે-ગાજતે નીકળી હતી.એક હી નારા ગુંજેગા ભારત કા બચ્ચા-બચ્ચા,બોલેગા જય જય શ્રી રામ ગીતના તાલે ભવ્યાતિભવ્ય રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા નિકળી હતી.
રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા દરમિયાન અબીલ,ગુલાલ અને ગુલાબની છોડો ઉડતી હતી.જય જય શ્રી રામનો ગગનભેદી નારો અત્ર-તત્ર-સર્વત્ર ગુંજયો હતો.ભિલોડા જન્મોત્સવ સમિતિ, પ્રમુખ મનિષકુમાર પટેલ, મંત્રી ભારતસિંહ રાવ, હરીॐ પંડયા, સંજય પટેલ, કલ્પેશ ચૌહાણ સહિત સેવાભાવી કાર્યકરોએ રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું સફળ આયોજન કર્યું હતું.
ભિલોડા ગ્રામ પંચાયત સરપંચ મુકેશભાઈ ત્રિવેદી, હર્ષદભાઈ સોની, મુકેશભાઈ મહેતા, હસમુખભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ સહિત સામાજીક આગેવાનો શોભાયાત્રામાં શ્રધ્ધાભેર જોડાયા હતા.
ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખા પ્રમુખ રામઅવતારજી શર્મા / સેવાભાવી પરીવાર ધ્વારા શોભાયાત્રા દરમિયાન ૧૧૧૧ – કપ આઈસક્રીમ નું વિતરણ કરાયું હતું.ભિલોડા આર.એસ.એસ, વી.એચ.પી, બજરંગ દળ, જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન, પ્રમુખ, જીત ત્રિવેદી,
ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખા, પ્રમુખ, ગૌ-રક્ષા સમિતિ પ્રમુખ પંકજભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, ભરતભાઈ પ્રજાપતિ સહિત સેવાભાવી વિવિધ સંગઠનોના હોદ્દેદારો, કાર્યકરો સહિત વેપારીઓ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં શ્રધ્ધાભેર જોડાયા હતા.રામનવમી નિમિત્તે વિવિધ મંદિરોમાં ભજન, કિર્તન, પુજન, અર્ચન અને આરતી સહિત સામુહિક ભોજન સમારંભ નો ભવ્યાતિભવ્ય કાર્યક્રમો યોજાયા હતા.
રામનવમી નિમિત્તે શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.આઈ / હેના ડી.શેલારની રાહબરી હેઠળ મુકેશભાઈ પ્રજાપતિ, વિશાલભાઈ પટેલ સહિત પોલીસ સ્ટાફ પરીવાર ધ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.