એપીએમસી બાયડની 16 બેઠકો માટે 38 ઉમેદવારો વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં ખેડુત હિત રક્ષક પેનલનો ભવ્ય વિજય થતાંની સાથે ખેડુતોના હિતમાં કામ કરવાની બાંહેધરી આપી
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાની બહુ ચર્ચાસ્પદ બનેલી બાયડ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં કુલ 16 બેઠક માટે 38 ઉમેદવારો મેદાનમાં હતા ભારે રસાકસી વચ્ચે યોજાયેલી ચૂંટણી અને ગુરૂવારના દિવસે જાહેર થયેલા પરિણામોમાં ભાજપ સમર્થિત તમામ 16 ઉમેદવારોનો ભવ્ય વિજય થતાં તમામ ઉમેદવારો અને તેમના સમર્થકોએ ફટાકડા ફોડી વિજયને વધાવી લીધો હતો વિજયી ઉમેદવારો વતી સહકારી આગેવાન કનુભાઈ મણીભાઈ પટેલે ખેડૂતોને કોઈપણ કામમાં તકલીફના પડે અને ખેડૂતોના હિતમાં કામ કરવાની વિજેતા ઉમેદવારો વતી બાહેધરી આપી હતી
ખેડૂત વિભાગમાં 10 બેઠકો માટેની ચુંટણીમાં નરેન્દ્રભાઈ અમરતભાઈ પટેલ(દોલપુરા), કરણસિંહ પ્રતાપસિંહ ઝાલા (ફાંટા ધીરપુરા), વિમલભાઈ જયંતિભાઈ પટેલ (સુંદરપુરા), ચિરાગકુમાર મુળજીભાઈ પટેલ (ગાબટ), દિક્ષીતભાઈ પટેલ(દખણેશ્વર), રણજીતસિંહ ચૌહાણ (લીંબ), પુનમભાઈ પટેલ (તેનપુર ), કિર્તીકુમાર ગીરીશભાઈ પટેલ (ડેમાઈ), પરસોતમભાઈ પટેલ (રતનપુરાકંપા), પર્વતસિહ સોલંકી (આમોદરા) ચુંટાઈ આવ્યા છે.
જ્યારે વેપારી મત વિભાગની ચાર બેઠકો માટેની યોજાયેલી ચૂંટણીમાં ચિમનભાઈ મણીભાઈ પટેલ (બાયડ), મુકેશભાઈ શંકરલાલ શાહ (જીતપુર), રાકેશભાઈ કાંતિભાઇ પટેલ (ચોઈલા), ગુણવંતભાઈ પટેલ ( ભુંડાસણ) ચુંટાઈ આવ્યા છે.
ખરીદ વેચાણ મંડળી વિભાગની બે બેઠકો માટેની ચુંટણીમાં અનંતકુમાર બાબુભાઈ પટેલ ( ચોઈલા), હરગોવિંદભાઈ જીજાભાઈ પટેલ ( વાસણા મોટા) ચુંટાઈ આવ્યા છે.