શ્રી ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર સાહેબનાઓએ જીલ્લાના જુદા જુદા ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે.એફ.બળોલીયા સાહેબનાઓએ આવા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય દરમ્યાન બોટાદ જીલ્લાના ગઢડા પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૧૯૦૦૦૪૨૨૧૨૯૯/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫(ઇ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબનો ગુન્હો તા.૦૧/૦૯/૨૦૨૨ ના રોજ જાહેર થયેલ હોય
જે ગુન્હાના કામના આરોપીઓ પૈકી આરોપી શીવકુભાઇ જેઠસુરભાઇ કરપડા રહે. રેક્ડા તા.બરવાળા જી.બોટાદ વાળો છેલ્લા છ મહિનાથી ગુન્હાના કામે નાસતો ફરતો હોય જે આરોપીને પકડી પાડવા માટે બોટાદ એલ.સી.બી.ના પો.ઇન્સ. શ્રી ટી.એસ.રીઝવી સાહેબ તથા એલ.સી.બી. કચેરીનો સ્ટાફ પ્રયત્નશીલ હોય મજકુરની ટેક્નીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસની મદદ લઇ આરોપીને શોધી કાઢવાની કામગીરી ચાલુ હતી તે દરમ્યાન બાતમી હકીકત આધારે મજકુર શીવકુભાઇ જેઠસુરભાઇ કરપડા કાઠી દરબાર ઉવ.૩૯ રહે.રેફડા તા.બરવાળા જી.બોટાદ વાળો ગઇ કાલ તા.૧૩/૦૪/૨૦૨૩ ના રોજ બરવાળા ત્રણ રસ્તા નજીકથી મળી આવતા મજકુર ઇસમને આ ગુન્હાના કામે હસ્તગત કરેલ અને આજરોજ ઉપરોક્ત ગુન્હાના કામે અટક કરવામાં આવેલ છે અને આરોપીને દારૂના જથ્થા સંબંધે પુછપરછ કરવાની તજવીજ શરૂ છે.
આ કામગીરીમા સામેલ અધીકારી/કર્મચારીની ટીમ- આ કામગીરી પોલીસ અધીક્ષકશ્રી કે.એફ.બળોલીયા સાહેબની સુચના મુજબ એલ.સી.બી.ના પો.ઇન્સ.શ્રી ટી.એસ.રીઝવી સાહેબના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ શ્રી એસ.બી.સોલંકી તથા એલ.સી.બી. સ્ટાફના હેડ.કોન્સ. મયુરસિહ રામસિંહ ડોડીયા, એ.એસ.આઇ. અરવિંદભાઇ ઉકાભાઇ મકવાણા તથા હૈ કોન્સ. ઘનશ્યામભાઇ માનસંગભાઇ ધરજીયાનાઓએ કરેલ છે.
રિપોર્ટ જયરાજ ડવ બોટાદ