રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
• ભારતમાં 200 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ સાથે ગ્લાન્સ ટી20 ફેન ફેસ્ટને દેશના સૌથી મોટા ક્રિકેટ ઉત્સવમાંના એક તરીકે બનાવવા માટે તૈયાર છે
• ગ્લાન્સ ટી20 ફેન ફેસ્ટ સમગ્ર દેશમાં ક્રિકેટ ચાહકો માટે ટી20 ને સર્વગ્રાહી અનુભવ બનાવશે
• વપરાશકર્તાઓ તેમની સ્માર્ટ લોક સ્ક્રીન પર ટી20 લાઇવ સ્કોર્સ, રીઅલ-ટાઇમ મેચ અપડેટ્સ, લાઇવ શો, એક્સક્લુઝિવ ગેમ્સ અને શોપિંગ ડીલ્સને એક્સેસ કરી શકે છે
• ગ્લાન્સ ટી20 ફેન ફેસ્ટમાં દરરોજ 30થી વધુ અનન્ય અને એક્સક્લુઝિવ ક્રિકેટ-આધારિત શો અને પ્રવૃત્તિઓ હશે
Ahemdabad (Gujarat) [India], April 14: આઈપીએલ ફિવર આખા દેશ પર છવાઈ ગયો છે ત્યારે ગ્લાન્સ સ્માર્ટ લોક સ્ક્રીન્સ પર ભારતના સૌથી મોટા ક્રિકેટ ફેસ્ટિવલ્સમાંના એક ગ્લાન્સ ટી20 ફેન ફેસ્ટ દ્વારા ઊજવણીમાં જોડાઈ છે. આ અનોખી રીતે ડિઝાઈન કરવામાં આવેલો ફેસ્ટિવલ ન કેવળ યુઝર્સને મેદાનની અંદર અને બહાર બંને પ્રકારની સિરિયસ ક્રિકેટિંગ એક્શન્સ પર રિયલ ટાઈમ મેચ અપડેટ્સ લાવે છે, પણ તે સમગ્ર અનુભવને દરરોજ તેમની સ્માર્ટ લોક સ્ક્રીન પર લાઈવ શો, એક્સક્લુઝિવ ક્રિકેટ સંબંધિત રમતો અને શોપિંગ ડીલ્સથી વધુ મનોરંજક બનાવે છે.
વિશ્વના અગ્રણી લોક સ્ક્રીન પ્લેટફોર્મ્સ પૈકીના એક ગ્લાન્સ એકલા ભારતમાં 200 મિલિયનથી વધુ એક્ટિવ યુઝર્સ ધરાવે છે અને કંપની ઇન્ડોનેશિયા સહિત દક્ષિણ-પૂર્વ એશિયામાં પણ હાજરી ધરાવે છે.
ગ્લાન્સના ચીફ માર્કેટિંગ ઓફિસર શ્રી વિકાસ ચૌધરીએ જણાવ્યું હતું કે: “નામથી જ સ્પષ્ટ થાય છે કે ગ્લાન્સ ટી20 ફેન ફેસ્ટ ક્રિકેટ પ્રેમીઓને માત્ર લાઈવ ક્રિકેટ અપડેટ્સ કરતાં ઘણું વધારે ઓફર કરે છે. ગ્લાન્સનું કદ અને પહોંચ અને તેના સ્માર્ટ લોક સ્ક્રીન પ્લેટફોર્મની વિશિષ્ટ પ્રકૃતિને કારણે તે જે અપ્રતિમ અનુભવ લાવે છે તે જોતાં, અમે આશા રાખીએ છીએ કે ગ્લાન્સ લોક સ્ક્રીન ટી20 અને ક્રિકેટને લગતી દરેક વસ્તુ માટે દેશભરના ક્રિકેટપ્રેમીઓની ઉત્સાહભરી ભાગીદારી સાથે સૌથી વધુ ઇચ્છિત સ્થળોમાંનું એક બની જશે.”
ટી20 ફેન ફેસ્ટ સાથે ગ્લાન્સ આ ટી20 સિઝન દરમિયાન 30થી વધુ અનન્ય ક્રિકેટ-સંબંધિત શો અને પ્રવૃત્તિઓ સાથે આનંદદાયક અનુભવ પ્રદાન કરે છે. તેમાં નિષ્ણાંતો દ્વારા વિશ્લેષણ, ટીમ અંગેની ચર્ચાઓ, ખેલાડીઓ પસંદ થવા પાછળની ઈનસાઈટ, જ્યોતિષ આગાહીઓ અને ક્રિકેટરો સાથે લાઇવ ચેટ સેશનનો સમાવેશ થાય છે. વધુમાં, ગ્લાન્સ યુઝર્સ તેમની સ્માર્ટ લોક સ્ક્રીન પર એક્સક્લુઝિવ ગેમ્સ, લાઈવ શો અને શોપિંગ ડીલ્સનો આનંદ માણી શકશે. સ્માર્ટ લોક સ્ક્રીનની નવીન વિશેષતાઓ, રીઅલ-ટાઇમ ન્યૂઝ અને ઈનસાઈટ્સથી દેશભરના ક્રિકેટ પ્રેમીઓ અપડેટ અને જોડાયેલા રહી શકશે.
ગ્લાન્સ ટી20 ફેન ફેસ્ટ શો
આ આઈપીએલ સીઝન દરમિયાન, ગ્લાન્સ યુઝર્સને ‘ધ અલ્ટરનેટ વ્યૂ વિથ જેમી અલ્ટર’ ઓફર કરે છે, જે એક ડેઈલી લાઈવ શો છે જેમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ અને કોમેન્ટેટર જેમી અલ્ટર યુઝર્સને મેમરી લેન પર ટ્રીપ પર લઈ જાય છે અને તેઓ તાજેતરમાં રમાયેલી ગેમ્સ અને અને સમાચારોમાં રહેલા ખેલાડીઓની ચર્ચા કરે છે. ટી20 ફેન વોર્સમાં, ક્રિએટર નચિકેત પરદેશી અને ન્યૂઝ રિપોર્ટર રોહિત જુગલાન અને શશાંક યાજ્ઞિક મેચ દરમિયાન વિવિધ શહેરોના ક્રિકેટ ચાહકો સાથે તેમની લાગણીઓ અને એક્શન્સને લોક સ્ક્રીન પર જીવંત બનાવવા માટે વાતચીત કરે છે. મેચ ટ્રીવીયા દરમિયાન ગ્લાન્સ યુઝર્સને તેમના ક્રિકેટ જ્ઞાનની ચકાસણી કરવાની અને દરરોજ મફતમાં ઈનામો જીતવાની તક મળે છે! દર અઠવાડિયે, ગ્લાન્સ કોમેડી લીગ પણ યોજે છે જ્યાં ટોચના હાસ્ય કલાકારો ઓન-ફીલ્ડ, ઓનલાઈન અને અન્ય ક્રિકેટ-સંબંધિત ઈવેન્ટ્સની પેરોડી બનાવે છે, જે યુઝર્સને હાસ્યરસથી તરબોળ કરી દે છે.
ગ્લાન્સ પણ ટી20 શોપિંગનો એવો અનુભવ કરાવે છે જેવો તમને બીજે ક્યાંય નહીં મળે! યુઝર્સ દરરોજ મેચનું યોગ્ય અનુમાન કરીને ફ્રી મર્ચેન્ડાઈઝ જીતી શકે છે. Wear your team coloursમાં, યુઝર્સ તેમની મનપસંદ ટી20 ટીમો માટે કલર મેપ કરેલી પ્રોડક્ટ્સની રેન્જમાંથી પસંદ કરી શકે છે અને તેને તેમની મનપસંદ મેચો દરમિયાન ખરીદી કરીને પહેરી શકે છે. યુઝર્સ શહેર મુજબની મર્ચેન્ડાઇઝ, સ્પોર્ટ્સ અને એથ્લેઝર વેર પણ ખરીદી શકે છે જે પ્લેટફોર્મ પર ભારે ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ હશે.
ટી20 દરમિયાન ગેમિંગનો રોમાંચ અભૂતપૂર્વ છે અને જે દરેક ક્રિકેટ ચાહકને ગમે છે. આને ધ્યાનમાં રાખીને, ગ્લાન્સે આ ક્રિકેટ સિઝનમાં બે વિશિષ્ટ ગેમિંગ અનુભવો રજૂ કર્યા છે. ‘લાઈવ પ્રિડિક્ટર’માં, યુઝર્સ દરરોજ આવનારી મેચોની આગાહી કરી શકે છે અને નિયમો અને શરતોને આધીન રૂ. 7.5 લાખ સુધીના ઈનામો જીતી શકે છે. આવો જ બીજો અનુભવ ‘ટી20 ઇન ધ વર્સ’ છે જે 10 લોકપ્રિય ગેમ સ્ટ્રીમર્સને એકસાથે લાવે છે, જેમાંથી દરેકને ટી20 ટીમ ફાળવવામાં આવે છે અને તેઓ સમગ્ર સિઝન દરમિયાન મેચો રમે છે.
વર્ષ 2021થી લોક સ્ક્રીન પર ટી20
સતત ત્રણ વર્ષથી ગ્લાન્સ ટી20 સાથે જોડાયેલું છે. 2022માં ગ્લાન્સે ખેલાડીઓ સાથે વિશિષ્ટ રીઅલ-ટાઇમ ઈન્ટરેક્શન્સ, પડદા પાછળના નિખાલસ શો અને લોક સ્ક્રીન પર લવ પ્રેક્ટિસ સેશન્સ રજૂ કરવા માટે દિલ્હી કેપિટલ્સ સાથે સહયોગ કર્યો હતો. 2021માં ગ્લાન્સે ‘ટી20 અડ્ડા’ રજૂ કર્યું, જે ભારતની સૌથી મોટી વોચ પાર્ટીઓમાંની એક છે જેણે લોક સ્ક્રીન પર વાસ્તવિક-વિશ્વ ક્રિકેટની ઉત્તેજના અને તીવ્રતાનું પુનરાવર્તન કર્યું. ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલની 14મી સિઝન માટે તેમના સત્તાવાર લોક સ્ક્રીન પાર્ટનર તરીકે ગ્લાન્સ સાથે સહયોગ કર્યો હતો, જ્યાં લોક સ્ક્રીન પર વિશેષ શો લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવ્યા હતા.
આ વર્ષે, ગ્લાન્સ ટી20 અનુભવને વધારવા માટે વધુ આગળ વધ્યું છે. રાષ્ટ્રને એક કરતી ભારતની સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક તરીકે ક્રિકેટને ઓળખીને, ગ્લાન્સ ટી20 ફેન ફેસ્ટ યુઝર્સને ઇમર્સિવ અને સર્વગ્રાહી રીતે ક્રિકેટનો અનુભવ કરવાની એક પ્રકારની તક આપે છે, જે ગ્લાન્સ સ્માર્ટ લોક સ્ક્રીનને ક્રિકેટપ્રેમીઓ માટે અલ્ટીમેટ ડેસ્ટિનેશન બનાવે છે.
ગ્લાન્સ વિશે
2019માં સ્થપાયેલી ગ્લાન્સ એ કન્ઝ્યુમર ટેક્નોલોજી કંપની છે જે ગ્લાન્સ, રોપોસો અને નોસ્ટ્રા સહિત કેટલાક સૌથી ડિસ્રપ્ટિવ ડિજિટલ પ્લેટફોર્મ્સનું સંચાલન કરે છે. ગ્લાન્સે લોક સ્ક્રીન પર ઇન્ટરનેટનો વપરાશ કરવાની રીતને ફરીથી વ્યાખ્યાયિત કરી છે અને એપ્સ શોધવા અને ડાઉનલોડ કરવાની જરૂરિયાતને દૂર કરી છે. 400 મિલિયનથી વધુ સ્માર્ટફોન હવે ગ્લાન્સના નેક્સ્ટ જનરેશન ઈન્ટરનેટ અનુભવ સાથે સજ્જ છે. રોપોસોએ ક્રિએટરની આગેવાની હેઠળના લાઈવ એન્ટરટેઈનમેન્ટ કોમર્સ માટે એક ડેસ્ટિનેશન લોન્ચ કરીને વેપારજગતમાં ક્રાંતિ લાવી છે. સિંગાપોરમાં હેડક્વાર્ટર ધરાવતી ગ્લાન્સ એ ઈનમોબી ગ્રુપની સ્વતંત્ર પેટાકંપની છે અને તેને જીઓ પ્લેટફોર્મ્સ, ગૂગલ અને મિથ્રિલ કેપિટલ દ્વારા ફંડ પ્રાપ્ત થયેલું છે. વધુ માહિતી માટે glance.com, roposo.com અને inmobi.com ની મુલાકાત લો.