અમિત પટેલ અંબાજી
અંબાજી એટલે માં અંબા અને મહાદેવનું ધામ તરીકે ઓળખાય છે. અંબાજી નગરમાં હનુમાનજીના મંદિરો પણ આવેલા છે અંબાજી નગર સરસ્વતી નદીના કિનારે આવેલો હોવાથી આ ગામને સરસ્વતી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે
ત્યારે કહી શકાય કે અંબાજી ખાતે શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ઘણા બધા મંદિરો આવેલા છે ત્યારે જુના નાકા પાસે આવેલા હનુમાનજી મંદિરમાં આજે 18 એપ્રિલના રોજ હનુમાન દાદા ના સાનિધ્યમાં સુંદરકાંડનું આયોજન થયુ હતુ.
અંબાજી જુના નાકા પાસે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં તાજેતરમાં હનુમાન જયંતી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.
આજના પવિત્ર મંગળવારના દિવસે મંદિર ખાતે પૂજારી અને ગ્રામજનોની હાજરીમાં સુંદરકાંડ શરૂ કરવામાં આવ્યું હતું અને યજ્ઞ પણ શરૂ કરાયો હતો બપોર બાદ યજ્ઞની પુર્ણાહુતિ કરવામાં આવશે. મંદિર પરિસરમાં જય શ્રી રામ અને જય હનુમાન દાદા ના ગુણગાન સાંભળવા મળ્યા હતા