Latest

અંબાજી નજીક હડાદ પોલીસ સ્ટેશન પાસે રીક્ષા પલટી મારતા 2 લોકોના મોત જ્યારે 5 લોકો થયા ઘાયલ..

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે જ્યારે અંબાજી અને દાંતા વિસ્તારમાં અકસ્માતમાં નોંધપાત્ર વધારો થયો છે આજે વધુ એક અકસ્માત અંબાજી નજીક હડાદ પોલીસ સ્ટેશન સામે સર્જાયો છે

અંબાજી તરફથી ખેડબ્રહ્મા જઈ રહેલ રીક્ષા ને અકસ્માત નડ્યો હતો અકસ્માતની અંદર બે લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકોને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી રહી છે ચોક્કસથી જો ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો અંબાજી હડાદ માર્ગ પર હડાદ પોલીસ સ્ટેશન સામે એકાએક સાત લોકો સવાર હતા

તે રીક્ષા પલટી મારી હતી. રીક્ષા પલટી મારતા એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે એકને સારવાર અર્થે અંબાજી સિવિલ હોસ્પિટલ લાવી રહ્યા હતા ત્યારે મોત થયુ હતું આમ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા જ્યારે રિક્ષામાં સવાર અન્ય પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અંબાજી હડાદ માર્ગ પર હડાદ પોલીસ સ્ટેશન સામે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઇ હતી અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા અકસ્માતને લઈ સમગ્ર પંથકમાં શોકમય માહોલ છવાયો હતો અંબાજી નજીક હડાદ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી…

રિપોર્ટ. : અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *