સુરત: સમગ્ર રાજ્યમાં અખા ત્રીજના પવિત્ર દિવસથી ‘ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાન’ ચાલી રહ્યું છે ત્યારે ભાજપ – સુરત મહાનગર દ્વારા પવિત્ર અંબાજી મંદિર, અંબાજી નિકેતન પાર્લે પોઈન્ટ અને અઠવાલાઈન્સ સહિતના વિસ્તારોમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે સહભાગી બની નગરજનોને પવિત્ર યાત્રાધામોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત તેમણે આપણે સૌ સ્વચ્છતાની આ સામૂહિક જવાબદારી નિભાવી યાત્રાધામ અને પવિત્ર સ્થળોને જોડતા રસ્તા વધુ સ્વચ્છ-સુંદર બનાવી, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના “સ્વચ્છ ભારત” પરિકલ્પનાને સાકાર કરીએ તેવી લોકોને અપીલ કરી હતી. આ સફાઈ અભિયાનમાં પ્રફુલભાઈ સ્વજાતે સાવરણા સાથે સફાઈ અભિયાનમાં જોડાઈ આ અભિયાનને પૂર્ણતઃ સફળ બનાવવાની હાકલ સાથે સ્વચ્છતા જાળવવા માટે અનુરોધ કર્યો હતો. બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ લોકો પણ મોટી સંખ્યામાં આ સફાઈ અભિયાનમાં સાથે જોડાયા હતા.