બિહાર: બિહારના પાટનગર પટના ખાતે શ્રીમતી અંજુબાલા , મેમ્બર રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ ભારત સરકાર વ અધ્યક્ષ ઉડાન મહિલા વિંગ એ ઉડાન બિહાર રાજ્યની પ્રથમ બેઠકને સંબોધીત કરી હતી. અને જણાવ્યું હતું કે ડો શ્રી કિરીટભાઇ સોલંકી સાંસદ, અમદાવાદ પશ્ચિમ, પેનલ, સ્પીકર લોકસભા , ચેરમેન અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિ એ તેમના અધ્યક્ષ સ્થાને SC/ST ઉપરાંત વિવિધ સમાજના ગરીબ અને જરુરિયાત મંદ લોકોના કલ્યાણ માટે “ઉડાન ” ની ગત તારીખ ૧૨ ફેબ્રુઆરી ના રોજ ડો બાબા સાહેબ આંબેડકર ઈન્ટરનેશનલ સેંટર નવી દિલ્હી ખાતે ડો આંબેડકર સાહેબના સમાજ વિકાસનાં અધુરા રહી ગયેલા સંકલ્પોને સાકાર કરવા માટે સ્થાપના કરી હતી.
શ્રીમતી અંજુ બાલા, અધ્યક્ષ ઉડાન મહિલા વિંગ એ વધુ મા જણાવ્યું હતું કે વિવિધ ક્ષેત્રોમાં સક્રિય મહિલા કાર્યકરોના જન સમુહ થકી સમાજની તમામ મહિલાઓને ઉડાન સાથે જોડવામાં આવશે.અને સરકાર શ્રી ની કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મહિલાઓને સરળતાથી મળી રહે તે માટેના સક્રીય પ્રયાસો કરવામાં આવશે.
ઉડાનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો કિરીટભાઈ સોલંકીની સાથે રહીને આંતરાષ્ટ્રીય કક્ષાએ ઉડાન સંસ્થાની સ્થાપના કરવામાં મહત્વપૂર્ણ કામગીરી કરનાર રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ઉડાન શ્રી અરુણ કુમાર સાધુનો પણ આજના દિવસે આભાર પ્રગટ કરવાની સાથે ઉડાન સંસ્થાના તમામ પદાધિકારીઓની લોક કલ્યાણ કામગીરીની સરાહના કરી હતી. અને ઘોષણા કરી હતી કે ઉડાન સંસ્થાનાં ઉપક્રમે આગામી સમયમાં “ઉડાન રાષ્ટ્રીય મહિલા કેડર કેમ્પ” નું પણ આયોજન કરવામાં આવશે