Helth

કેન્દ્રિય કેબેનિટ બેઠકમાં દેશમાં નવી 157 નર્સિંગ કૉલેજ સ્થાપનાને મળી મંજૂરી

દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં દેશભરમાં નવીન 157 નર્સિંગ કૉલેજની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. દેશભરમાં 1570 કરોડના ખર્ચે આ નવિન મેડિકલ કૉલેજ નિર્માણ પામશે. જેના અંતર્ગત 15,700 નર્સિંગ સ્નાતકોનો ઉમેરો થશે.

આ સંદર્ભમાં રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતને પણ નવીન પાંચ નર્સિંગ કૉલેજની ભેટ મળી છે. જેમાં નવસારી, પોરબંદર, ગોધરા, રાજપીપળા અને મોરબી GMERS મેડિકલ કૉલેજ કેમ્પસમાં આ નવીન પાંચ નર્સિંગ કૉલેજની સ્થાપના થનાર છે. પ્રત્યેક નર્સિંગ કૉલેજમાં B.Sc એસ. નર્સિંગની 100 બેઠકો ઉપલબ્ધ બનતા. રાજ્યમાં કુલ 500 નર્સિંગ ની બેઠકોમાં વધારો થશે. વધુમાં તેમણે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકાર માંથી પ્રત્યેક નર્સિંગ કૉલેજની સ્થાપના માટે અંદાજીત રૂ. 10 કરોડની ફાળવણી રાજ્ય સરકારને કરવામાં આવી છે.

પ્રથમ વખત કેન્દ્રીય પુરસ્કૃત યોજના હેઠળ નર્સિંગ કૉલેજની સ્થાપનાને આવરી લેવામાં આવી છે. આ નવીન પાંચ નર્સિંગ કૉલેજનો ઉમેરો થતા રાજ્યની આરોગ્ય શિક્ષણ અને સારવાર સંલગ્ય વ્યવસ્થાઓ સુદ્રઢ બનશે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં 8 સરકારી નર્સિંગ કૉલેજમાં B.Sc નર્સિંગ ની 440 જેટલી બેઠકો કાર્યરત છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને સંસદ સભ્યશ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રને સંસદ સભ્યશ્રી સ્થાનિક વિકાસ વિસ્તાર યોજના એમ.પી.…

ગારિયાધાર તાલુકાના નવાગામ ખાતે 1962 દ્વારા ગૌમાતાની સફળ સર્જરી દ્વારા કેન્સરની પીડામાંથી મુક્તિ અપાઇ

ભાવનગરના કરદેજ કન્યા શાળાની વિદ્યાર્થિનીઓને ઉંડવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર…

તળાજાના ટીમાણા ગામના ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અલગ કેડી કંડારી બન્યાં આત્મનિર્ભર

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરાવતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા…

ભાલના સનેસ ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ કાર્યક્રમ અન્વયે સગર્ભા માતાઓનો તપાસણી કેમ્પ યોજાયો

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ કાર્યક્રમ અન્વયે સગર્ભા માતાઓની તપાસણી દર માસે…

1 of 4

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *