bhavnagarBreaking NewsEducationGujaratHelth

વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે ભાવનગર સાયકલ ક્લબ આયોજિત 15 કી.મી. સાયકલ રાઈડ યોજાઈ.સાયકલ રાઇડમા ભાવનગર જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ જોડાયા હતા.

ભાવનગર સાયકલ ક્લબ દ્વારા તા. 1 જૂન 2025 રવિવારના રોજ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના “ફાઇટ ફોર ઓબેસિટી” અને “સન્ડે ઓન સાઇકલ” રાઇડ અંતર્ગત શહેરમાં એક વિશિષ્ટ અને પ્રેરણાદાયક કાર્યક્રમ રૂપે ૧૫ કિલોમીટર સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર સાયકલ ક્લબ આયોજિત 15 કિલોમીટરની સાયકલ રાઇડમા ભાવનગર જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ જોડાયા હતા.

તા. ૩ જૂને વિશ્વ સાયકલ દિવસ આવતો હોય જેની ઉજવણીના ભાગ રૂપે તા. 1 જૂન ના રવિવારના રોજ રજાના દિવસે શહેરમાં સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વિવિધ વયજૂથના નાગરિકોને ઉત્સાહપૂર્વક કુલ 150 સાયક્લિસ્ટોએ ભાગ લીધો હતો.

વધુમાં કલબના સંસ્થાપક શ્રી કલ્પેશસિંહ ઝાલા સાથે વાત કરતા જણાવ્યું કે, આ રાઈડ સવારે ૬:૩૦ વાગ્યે વેલેન્ટાઇન સર્કલથી, પાણીની ટાંકી, વિરાણી સર્કલ, લીલા સર્કલ, ટોપ થ્રી સર્કલ, અધેવાડા થઈને ઝાંઝરીયા હનુમાનજી મંદિર અને ત્યાંથી પરત એજ રુટ થઈને વેલેન્ટાઇન સર્કલે પૂર્ણ થઈ હતી..

આ સાયકલ રાઇડમાં ભાવનગરના કલેકટરશ્રી ડૉ. મનીષ બંસલ ભાવનગરની આમ જનતા સાથે 15 કિલોમીટર સાયકલ ચલાવી હતી અને ભાવેણાવાસીઓનો પ્રેરણાપૂરી પાડી અને ઉત્સાહમાં વધારો કર્યો હતો.

આ સાયકલ રાઈડનો મુખ્ય ઉદ્દેશ આરોગ્ય જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ તથા ટેક્નોલોજી અને વાહન વ્યવહાર પર થતા અવલંબનને ઓછું કરીને સાયકલનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે તે માટે પ્રેરણા આપવા માટેનો છે.

સાયકલ એ માત્ર યાત્રાનું સાધન નહિ, પરંતુ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા તરફનો એક સશક્ત પગથીયું છે સાયકલ ચલાવવી એ ફિટનેસ અને પર્યાવરણ બંને માટે લાભદાયી છે.

આવી રાઈડો નવા પેઢીને શારીરિક સશક્તતા અને કુદરત પ્રત્યે પ્રેમ વધારવા માટે ઉત્તમ મંચ મળે છે.

આ રાઈડમાં ભાગ લેનાર દરેક સાયકલિસ્ટોને મેડલ, ઇ – પ્રમાણપત્ર અને મંદિર ખાતે લીંબુપાણી આપવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 408

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *