bhavnagarBreaking NewsCrimeGujarat

રોકડ રૂ.૧૦,૨૬૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હાર-જીતનો હાથકાંપનો જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૦૧/૦૬/૨૦૨૫ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ભાવનગર,રાણીકા, ઘાસલેટવાળા ડેલાની બાજુમાં, બહુચરમાંના મંદિર સાામે જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં પૈસા વડે હાર-જીતનો હાથકાંપનો જુગાર રમે છે. જે બાતમી અંગે રેઇડ કરતાં ગંજીપત્તાના પાના-પૈસા વડે હાર-જીતનો હાથકાંપનો જુગાર રમતાં નીચે મુજબનાં માણસો હાજર મળી આવેલ. તેઓ વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

આરોપીઓ:-
1. અશરફભાઇ અલ્લારખભાઇ પાંચા ઉ.વ.૪૫ ધંધો- ફ્રુટનો વેપાર રહે.કંસારા શેરી, લીંબડીવાળી માર્કેટ, રાણીકા, ભાવનગર
2. નટુભાઇ ધનજીભાઇ મકવાણા ઉ.વ.૫૬ ધંધો-છુટક મજુરી રહે.ઘાસલેટવાળો ડેલો, રાણીકા, ભાવનગર
3. ભોપાભાઇ કેશુભાઇ રાઠોડ ઉ.વ.૫૬ ધંધો-મજુરી રહે.દાંતિયાવાળી શેરી, મામા કોઠા પાસે, ભાવનગર
4. ભાણજીભાઇ જીણાભાઇ બારૈયા ઉ.વ.૫૯ ધંધો-મજુરી રહે.પટેલ ફળી, રાણીકા ગેટ, કરચલીયા પરા, ભાવનગર
5. વાલજીભાઇ માવજીભાઇ મકવાણા ઉ.વ.૫૬ ધંધો-ઘંટી ચલાવવાનો રહે.લવીંગીયા ચકંદાની શેરી, મામા કોઠા રોડ, ભાવનગર (ધરપકડ કરવા ઉપર બાકી)

ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/-, રોકડ રૂ.૧૦,૨૬૦/- તથા ધાબળો કિ.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૧૦,૨૬૦/-નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના બાવકુદાન કુંચાલા, વિરેન્દ્દસિંહ ઘનશ્યામસિંહ, એજાજખાન પઠાણ, માનદિપસિંહ ગોહિલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય,…

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર…

અમદાવાદ કાલુપુરમાં ટુ-વ્હીલર ચાલક સાથે લૂંટનો ભેદ ઉકેલતી LCB ઝોન-૩, બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદના કાલુપુરમાં ગત રવિવારે વહેલી સવારે એક…

1 of 108

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *