પરમ સંત રાજીન્દર સિંહજી મહારાજની કૃપાથી સાવન કૃપાલ રૂહાની મિશન, અમદાવાદ દ્વારા તરબૂચનું વિતરણ કરવામાં આવ્યું હતું. 2500 લોકોને તરબૂચનું વિતરણ કરવામાં આવ્યું હતું કે જેઓ આકરા તડકા અને ગરમ વાતાવરણમાં આજીવિકા મેળવવા માટે મહેનત કરે છે.
અમદાવાદ જેપી બંગલો કુબેરનગર ખાતે 20 સેવાદાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા માનવ-કલ્યાણ ના માટે અનેક પ્રકારના કાર્ય કરાય છે. સમય સમય પર રક્તદાન શિબિર અને સાથે-સાથે મફત મોતિયાબિંદ ઓપરેશન તથા સ્વાસ્થ્ય જાચ શિબિર ના પણ આયોજન કરાય છે. તથા શારીરિક રૂપથી વિકલાંગ ભાઈ-બહેનોને સહાયક ઉપકરણ નું વિતરણ કરાય છે.
આના સિવાય ગરીબ તથા બેસહારા છોકરા માટે સંત રાજીન્દર સિંહ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં છોકરાઓને આત્મનિર્ભર બનાવવા માટે અનેક પ્રકારના કોર્સ ફ્રી કરાવાય છે. સિનિયર સિટિઝન માટે પણ સમય-સમય પર અનેક પ્રકારના કાર્યક્રમો ચલાવાય છે.
આની સાથે સાથે પ્રાકૃતિક આપદા જેવા, તમિલનાડુ માં આવેલી સુનામી, ઉત્તરાખંડમાં આવેલ પ્રાકૃતિક આપદા, જમ્મુ કાશ્મીરમાં આવેલ ભયાનક પુર અને નેપાળમાં આવેલા ભીષણ ભૂકંપમાં પણ મિશનના સેવાદાર ઓ દ્વારા પીડિત લોકો ને દૈનિક જીવનમાં ના સંબંધિત આવશ્યક વસ્તુઓ ની સાથે-સાથે ગરમ કપડા જેમકે ચોરસા, સ્વેટર અને ફોમ ના ગાદલા દવાઓ વગેરે નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
સાવન કૃપાલ રૂહાની મિશનના અધ્યક્ષ સંત રાજીન્દર સિંહજી મહારાજ આજે સંપૂર્ણ વિશ્વમાં ધ્યાન અભ્યાસ દ્વારા પ્રેમ એકતા અને શાંતિ ના સંદેશ પ્રસારિત કરી રહ્યા છે જેના ફળસ્વરૂપ એમને વિભિન્ન દેશો દ્વારા અનેક શાંતિ પુરસ્કારો તથા સન્માનોની સાથે સાથે ૫ ડોક્ટરેટની ઉપાધિઓ થી પણ સન્માનિત કરાવાયું છે.
સાવન કૃપાલ રૂહાની મિશન ના સંપૂર્ણ વિશ્વમાં લગભગ ૩૨૦૦થી વધારે કેન્દ્ર સ્થાપિત છે તથા મિશન ના સાહિત્ય વિશ્વની ૫૫ થી અધિક ભાષાઓમાં પ્રકાશિત કરાયા છે. આનો મુખ્યાલય વિજયનગર,દિલ્હીમાં છે તથા આંતરરાષ્ટ્રીય મુખ્યાલય નેપરવિલે, અમેરિકામાં સ્થિત છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.