પોષણ અભિયાન પ્રોજેક્ટ મુખ્ય હેતુ ગર્ભવતી સ્ત્રીઓને ગર્ભાવસ્થામાં કેવા પ્રકારના ખાદ્ય પદાર્થો નું સેવન ક્યારે અને કેવી રીતે કરવું તે માટે જાગૃત કરવા નો તથા સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય પદાર્થોનું વિતરણ કરવાનો છે. આ પ્રોજેક્ટમાં ભરૂચના જાણીતા ગાયનેકોલોજિસ્ટ અમીબેન શ્રોફ દ્વારા ગર્ભવતી સ્ત્રીઓને કેવી રીતે પોતાનું ધ્યાન રાખવું જેથી સ્વસ્થ બાળક જન્મે તે માટે માહિતગાર કરવામાં આવી હતી.
ધોળીકુઈ વિસ્તારની તમામ આંગણવાડી માં નોંધણી કરાવેલ ૧૦૦થી વધુ ગર્ભવતી સ્ત્રીઓને આ માહિતી સાથે સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય પદાર્થનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ દરમિયાન પ્રેસિડેન્ટ મધુસિંહ,ગવર્મેન્ટ સ્કીમ્સ ચેર સુરભીબેન તમાકુવાલા, તથા કલરવ શાળાના નીલાબેન મોદી હાજર રહ્યા હતા.
ભાવેશ મુલાણી, ભરૂચ.