રિપોર્ટર મહેશ ગોધાણી
ગારીયાધાર તાલુકામા નાની વાવડી થી મોટા ચારોડીયાને જોડતા માર્ગનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી સંગઠનના અગ્રણી હોદ્દેદારોએ ખાસ હાજરી આપી હતી આમ સમગ્ર કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય સહિત અગ્રણીઓએ હાજરી આપી હતી જેમાં જિલ્લાના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા .
જેમાં સમગ્ર માર્ગ પર જુના કાચા રાજ માર્ગ પર નાળા અને પુલ નું પણ ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બે કરોડ 70 લાખ ના ખર્ચે સમગ્ર માર્ગ બનાવવામાં આવશે તેવું જણાવ્યું હતું . આમ ગારીયાધાર તાલુકામાં પૂર્વ ધારાસભ્ય અને ભાડી કો બેક ના ચેરમેન કેશુભાઈ નાકરાણી ના હસ્તે નાના વાવડી થી મોટા ચારોડિયા જતા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું .