વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે 12મી મેના રોજ ગુજરાતની રુ. ૨૪૫૨ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આગામી તા.૧૨/૦૫/૨૦૨૩ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર મુકામે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર EWS આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે તે કાર્યક્રમમાં વીજાણુનું માધ્યમથી ભાવનગર તરસમિયા આવાસ યોજનાના સ્થળેથી જોડવાનું હોઈ તેની તૈયારીઓની જિલ્લા કલેકટર શ્રી આર. કે. મહેતા દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં EWS આવસોનો લોકાર્પણ સમારોહ તા. ૧૨/૫/૨૩ ને શુક્રવારે સવારે ૧૧ વાગ્યે શેત્રુંજય રેસિડેન્સી-૩, ભરતનગર અર્બન પોલીસ સ્ટેશનની પાસે, તરસમીયા ખાતે યોજાશે.
આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી ભાવનગરના લાભાર્થીઓ સાથે ઓનલાઇન સંવાદ કરશે જેથી આ અંગેની તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
આ તકે કલેકટરશ્રી સાથે મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એન. વી. ઉપાધ્યાય, તથા હાઉસિંગ બોર્ડના અધિકારીઓ પણ જોડાયા હતા.