Latest

શ્રી મોડાસા પ્રદેશ બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર નું આયોજન મોડાસા બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લા ના મોડાસા ખાતે શ્રી મોડાસા પ્રદેશ બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર નું આયોજન મોડાસા બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું .

જેમાં 15 બ્રહ્મ બટુકો એ યજ્ઞોપવિત ધારણ કરી હતી .આ પ્રસંગે બટૂકો ને આશીર્વચન આપવા અને પ્રસંગ ના સાક્ષી બનવા માટે સમાજ ના મહાનુભાવો દિગ્ગેશ ભાઈ જોષી જજ હાઇકોર્ટ તેમજ ભાજપ પ્રદેશ પૂર્વ સંગઠન મંત્રી અને ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા)ના સરકારી અમલીકરણ વિભાગના પ્રભારી અતુલભાઈ દીક્ષિત મુખ્ય મહેમાન હસમુખભાઈ જોશી ડો. યોગેશભાઈ ડો. રાકેશભાઈ ડો.જીતેન્દ્રભાઈ તેમજ વિશ્વ ગુજરાતી સમાજના યુથ વિંગ અરવલ્લી પ્રભારી અને બ્રહ્મ સમાજ પ્રદેશ યુવા મહામંત્રી કૃણાલ ભાઈ દીક્ષિત હાજર રહ્યા હતા તેમજ તેમજ સુંદર યજ્ઞ પવિત્ સંસ્કાર નું આયોજન પ્રમુખ મુકેશભાઈ ભટ્ટ ઉપપ્રમુખ ઉપેન્દ્રભાઈ જોશી પ્રદીપભાઈ ઉપાધ્યાય અને પૂર્વ કોર્પોરેટર તથા મહામંત્રી અને ભાજપના આગેવાન કેતનભાઇ ત્રિવેદી તથા તેમની ટીમે ખૂબ સરસ રીતે કર્યું હતું.

બટુકોને ભગવદ ગીતા, ત્રિશૂળ, સ્કૂલબેગ, વોટર બેગ, લંચબોક્સ, નોટબુક, કંપાસ, ટોપી, ડબ્બા વગેરે અર્પણ કરાયા હતા. સમાજ ના વડીલો યુવાનો મહિલા શક્તિ મોટા પ્રમાણ માં હાજર રહી પ્રસંગ ને દીપાવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 631

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *