પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન શંકાસ્પદ મોટર સાયકલો અંગે પો.હેડ કોન્સ. મહેન્દ્દભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમાને શંકાસ્પદ મોટર સાયકલ અંગે મળેલ માહિતી આધારે
ડાયદરજણના ખાંચામાં,નવાપરા ખાતે તપાસ કરતાં કાયદાનાં સંઘર્ષમાં આવેલ કિશોર પાસેથી નીચે મુજબનાં મોટર સાયકલ-૦૫ મળી આવેલ. જે મોટર સાયકલ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોવાથી શકપડતી મિલ્કત તરીકે કબ્જે કરવામાં આવેલ.
જે મોટર સાયકલ અંગે કાયદાનાં સંઘર્ષમાં આવેલ કિશોરની પુછપરછ કરતાં અઠવાડિયા પહેલાં સવારનાં ચારેક વાગ્યે બોરડી ગેટ પાસેથી, પાંચેક દિવસ પહેલાં કુંભારવાડા, સ્મશાન સામેથી, ગઇ કાલ રાતનાં મામા કોઠા રોડ, કુકડા કેન્દ્દ ઘોઘા રોડ અને ઘોઘા રોડ, ગૌશાળા, રામાપીરનાં મંદિર પાસેથી મોટર સાયકલોની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. જે અંગે કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. કાળા કલરનું લાલ-સફેદ પટ્ટાવાળું હોન્ડા કંપનીનુ C.B.શાઇન રજી. નંબર પ્લેટ વગરનું મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/-
2. કાળા કલરનું લાલ-કાળા પટ્ટાવાળું હોન્ડા કંપનીનુ C.B.શાઇન રજી. નંબર-GJ-04-BQ 4126 મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/-
3. કાળા કલરનું ભુરા-સીલ્વર પટ્ટાવાળું હિરો હોન્ડા સ્પ્લેન્ડર + રજી. નંબર-GJ-04-AG 6265 મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/-
4. કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું હોન્ડા CD 110 રજી. નંબર પ્લેટ વગરનું મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/-
5. કાળા કલરનું ગોલ્ડન-સીલ્વર પટ્ટાવાળું હિરો હોન્ડા CD 1૦0 રજી. નંબર-GJ-01-BM 2566 મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/-
શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ-
1. ગંગાજળીયા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૧૨૩૦૪૬૫ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
2. ઘોઘા રોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૬૨૩૧૦૩૮ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
3. ઘોઘા રોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૬૨૩૧૦૪૪ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
4. ઘોઘા રોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૬૨૩૧૦૪૫ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર. સરવૈયા તથા સ્ટાફનાં મહેન્દ્દભાઇ ચૌહાણ, વિઠ્ઠલભાઇ બારૈયા, ઘનશ્યામભાઇ ગોહિલ, અશોકભાઇ ડાભી, સંજયભાઇ ચુડાસમા તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ