નર્મદા ખાતે ચિંતન શિબિર બેઠકમાં ભાગ લેવા ત્રણ મંત્રીઓ સામાન્ય પ્રજાની જેમ બસ મારફતે થયા રવાના.
ગાંધીનગર: મંત્રીઓ હોય કે ઉચ્ચ અધિકારીઓ પોતાની સાવલતને અનુરૂપ તેઓ પોત પોતાની સુવિધાઓનો ઉપયોગ કરતા આવ્યા છે પરંતુ અમુક જૂજ વ્યક્તિઓ એવા પણ જોવા મળે છે છે પોતાને મળતી સવલતોને બાજુમાં મૂકી પ્રજાના સાહિયારે પ્રજાના કાર્યો પૂર્ણ કરવા તત્પર રહેતા જોવા મળે.છે.
ગુજરાતના નર્મદા કેવડીયા કોલોની ખાતે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક યોજાઇ રહી છે ત્યારે આ યોજાયેલી પ્રદેશ કારોબારીમાં હાજરી આપવા માટે રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓ રાજ્યના આમ નાગરિકોની જેમ બસની સવારી કરી આ બેઠકમાં ભાગ લેવા રવાના થયા હતાં. આજે પૂર્ણ સરકારી સુવિધાઓ હોવા છતાંય આ મંત્રીઓ દ્વારા પ્રજાના પડખે રહી પોતે પણ આ બસની મુસાફરી દ્વારા મુસાફરી કરી સામાન્ય નાગરિક ની જેમ જ તેઓ પ્રજારૂપી પ્રજાના સાહિયારે છે તે વાત સાબિત થતી જોવા મળી હતી.