દ્વારકા (સુમિત દતાણી) ભાણવડમાંના એક એડવોકેટ અને રાજપૂત સમાજના પ્રમુખ વિજયસિંહ વાળા દ્રારા હાલમાં છેલ્લા કેટલા મહિનાઓથી કોરોના સામે જંગમાં રાત – દિવસ પોતાની જાનના જોખમે ફરજ બજાવતા 125 આરોગ્ય કર્મચારી ભાણવડ સી.એસ.સી સેન્ટર ખાતે મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોરોનાએ ભાણવડ વિસ્તારમાં કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે કોરોના સામેના જંગમાં સાચા અર્થમાં જે સાહસિક વીરો છે તેઓને ભાણવડના એડવોકેટ અને રાજપૂત સમાજના અગ્રણી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજ અને રાષ્ટ્રને સુરક્ષિત રાખવામાં જેની સહુથી વધારે જવાબદારી છે અને જે કોરોના સામે ખૂબ નજીકથી લડી રહ્યા છે અને સતત જીવન જોખમેં પોતાની ફરજ નિભાવી રહ્યા છે એવા આરોગ્ય કર્મચારીઓની સેવાની નોંધ રાજપૂત સમાજના અગ્રણીએ લીધી અને તેઓને સન્માનિત કરી મોમેન્ટો આપી તેઓનો ઉત્સાહ વધાર્યો હતો. પોતાના જીવની પરવા ન કર્યા વગર લોકોના જીવ બચાવવામાં સતત કાર્યરત તમામ કર્મીઓ અને તેમને પ્રોત્સાહન આપી તેમની હિમ્મતને બમણી કરનાર સેવાભાવી વ્યક્તિઓને એક સલામ..