બે પ્રમુખ વિસ્તારમાંથી આવ્યા હોવા છતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો
ગારિયાધાર તાલુકામાં નગરપાલિકા પોતાની કામગીરીને લઈ અનેક વાર ચર્ચામાં આવતી રહી છે . જેમાં ગારીયાધાર તાલુકામાં કચરો રોડ પાણીની સમસ્યાએ માજા મૂકી હોય તેવા દર્શયો સામે આવી રહ્યા છે જેમાં કચરાના ઢગલાઓ ગારીયાધારમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે
ત્યારે ગારીયાધાર થી પચ્ચેગામ જતા રોડ પર કચરાના ઢગલાઓએ માઝા મૂકી છે . જેમાં કચરાનું પ્રમાણ વધી જતા લોકોના ઘરમાં કચરો જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે .
આ ઉપરાંત લાંબા સમયથી કોઈપણ નગરપાલિકાના આંધળા કર્મચારી કચરાના નિકાલ અર્થે સ્થળ પર ના આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જેમાં છેલ્લા કેટલાક સમયથી કચરો લેવા ના આવ્યો હોવા થી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે .
આમ વોર્ડ નંબર 4 માં ભાજપનો ગઢ હોવા છતાં અને બે પ્રમુખ આપ્યા હોવા છતાં લોકોને આવી સમસ્યાઓ વેઠવી પડી રહી હોય ત્યારે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે .
રિપોર્ટર મહેશ ગોધાણી