બનાસકાંઠા: વડગામ તાલુકાના વરણાવાડા ખાતે શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર અને માન. સહકાર રાજ્ય મંત્રી જગદીશ પંચાલજ સાથે બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માતૃશ્રી લક્ષ્મીબેન રામચંદ્રભાઈ પંચાલ પ્રાથમિક શાળાનું રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા નામકરણ અને લોકાર્પણ કરવામાં આવ્યું.
બાળકોના ઉજ્જવળ ભવિષ્ય હેતુ આ ગામમાં શિક્ષણરૂપી યજ્ઞ શરૂ કરનાર શાળાના દાતાશ્રી વિરેન્દ્રભાઈ પંચાલ તથા આ શાળામાં રૂ. 51 લાખનું માતબર દાન કરનાર દાતાશ્રીના પરિવારજનોનું સન્માન કરી રાજ્ય શિક્ષણમંત્રી દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ અને દુનિયાને દિશા આપવાનું કામ કરી રહ્યા છે ત્યારે રાજ્યના બાળકોને આધુનિક ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીની સરકારે શાળાઓમાં સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર વર્ગખંડોનું નિર્માણ કરાવ્યું છે. જેનાથી શિક્ષિત અને સમૃદ્ધ સમાજનું નિર્માણ થઇ રહ્યું છે, ત્યારે આપણા બાળકોને સારુ શિક્ષણ અપાવી દેશની વિકાસયાત્રાને આગળ વધારવા પ્રફુલ પાનશેરીયા દ્વારા આહવાહન કરવામાં આવ્યું હતું